- જુનાગઢના માંગરોળ અને માળીયાહાટીના પંથકમાં વરસાદ
- માંગરોળ પંથકમાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં
- ગળું, જુજારપુર, કુકસવાડા, સહિતના વિસ્તારોમાં વરસાદ
જુનાગઢમાં ભારે વરસાદી માહોલ છવાયો હતો અને મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જુનાગઢના અનેક નાના મોટા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો જેમાં માંગરોળ અને માળીયાહાટીના પંથકમાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં હતા. દરીયાઇ વિસ્તારો વરસાદથી પાણીમાં ગરકાવ થયા હતા. ચોરવાડ તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ થયો હતો.
જુનાગઢના શહેર ગળું, જુજારપુર, કુકસવાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયાં હતા. માંગરોળ, શેરીયાજ, શાપર, સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકો પરેશાન થયા હતા. માંગરોળના બગસરા ઘેડ શેરીયાજ સહિતના અનેક ગામોમાં ગામની ગલીઓમાં પાણી ભરાયાં હતા.
રાજ્યના 211 તાલુકામાં મેઘરાજાએ ધમરોળ્યું
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે દિવસ દરમિયાન રાજ્યના 211 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ અને બારડોલીમાં સવા 5 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ સિવાય કામરેજમાં પોણા 5 ઈંચ, ઓલપાડમાં સાડા 4 ઈંચ,વાપીમાં સાડા 4 ઈંચ, મહુવામાં સાડા 4 ઈંચ અને વલસાડમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આખા દિવસ દરમિયાન રાજ્યના 75 જેટલા તાલુકામાં 1 ઈંચથી વધુ, 34 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 12 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન રાજ્યના 80 તાલુકામાં વરસાદ નોંધાયો
જો છેલ્લા 2 કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો, સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 3 તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છ જિલ્લાના ભૂજમાં 29 મિમી, મુન્દ્રામાં 25 મિમી તેમજ મહેસાણાના સતલાસણામાં 28 મિમી, બનાસકાંઠાના ધાનેરામાં 23 મિમી, જામનગરના જોડિયામાં 22 મિમી અને દેવભૂમિ-દ્વારકાના ખંભાળિયામાં 20 મિમી વરસાદ વરસ્યો છે.


