- શ્રીમદ ભાગવત કથા પ્રસંગમાં ગૌ શાળાના લાભાર્થે ડાયરો
- ડાયરામાં પ્રસિદ્ધ કલાકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી હાજર રહ્યાં
- મીરા બેન આહીર, ઉદય ધાંધલે રમઝટ બોલાવી હતી
જૂનાગઢમાં કેશોદના પાણખાણ ગામે ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો છે. શ્રીમદ ભાગવત કથા પ્રસંગે ગૌ શાળાના લાભાર્થે ડાયરો યોજયો હતો. ડાયરામાં પ્રસિદ્ધ કલાકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી, મીરા બેન આહીર, ઉદય ધાંધલે રમઝટ બોલાવી હતી.
કલાકારોએ ડાયરામાં ગીતોની રમઝટ બોલાવતા લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો
કલાકારોએ ડાયરામાં ગીતોની રમઝટ બોલાવતા લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. તેમજ ડાયરામાં એકત્રિત થયેલ તમામ રકમ ગામની ગૌ શાળામાં વપરાશે. ‘ડાયરો’ આપણે ત્યાં ગામડામાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં સમૂહના વ્યવહારોમાં વપરાતો શબ્દ છે. પહેલા દરબારોની ડેલી, ગામધણી, મોટા ગરાસદારોને ત્યાં સમૂહ મળે, કથા વાર્તા થાય, હાસ્ય મજાક થાય, કોઈ કવિતા ભજનૈ વાતો થાય – આવા સમૂહ માટે ડાયરો શબ્દ પ્રયોજાતો હતો અને પ્રયોજાય છે.
ઈતિહાસમાં પ્રથમવાર શ્વાન માટે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ
અગાઉ પાટણમાં ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર શ્વાન માટે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. પાટણના રોટલીયા હનુમાન મંદિરમાં આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ડાયરામાં કીર્તિદાન ગઢવી ભજનોની રમઝટ બોલાવી હતી. ડાયરો જોવા આવનારા તમામ વ્યક્તિએ 5 રોટલી લાવવાની રહેશે, રોટલી લાવનારા વ્યક્તિને જ ડાયરામાં પ્રવેશ અપાયો હતો. ડાયરામાં જે રોટલા-રોટલી એકત્રિત થઇ તે અબોલ શ્વાનોને ખવડાવવામાં આવી હતી.


