કેનેડિયન પોપ ગાયક જસ્ટિન બીબર અને તેમની પત્ની હેલી બીબર ટૂંક સમયમાં છૂટાછેડા લઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. છૂટાછેડા પછી હેલી તેના પુત્રની કસ્ટડી ઇચ્છે છે. આવી સ્થિતિમાં તે જસ્ટિન બીબર પાસેથી 300 મિલિયન ડોલર એટલે કે 2600 કરોડ રૂપિયાની મિલકતની માંગ કરી શકે છે.
છૂટાછેડા લેવાનું કારણ શું?
સૂત્રના જણાવ્યા અનુસાર હેલીએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે કારણ કે તે જસ્ટિનની ડ્રગ્સની આદતોથી નારાજ છે. અહેવાલો અનુસાર, જ્યારે હેલીએ જસ્ટિન સાથે લગ્ન કર્યા ત્યારે ગાયકે તેને વચન આપ્યું હતું કે તે લગ્ન પછી ડ્રગ્સથી દૂર રહેશે. જોકે, પાછળથી તેણે આ વચન તોડ્યું. જસ્ટિનના આ વર્તનને કારણે, હેલીએ તેને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો છે જેથી તે પોતાનું અને તેના બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે. મહત્વનું છે કે જસ્ટિને જ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના પુત્રના જન્મની જાહેરાત કરી હતી.
જસ્ટિન બીબર લેશે છૂટાછેડા ?
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા, હોલીવુડ ગાયક અને હિપ હોપ કલાકાર સીન ડીડી કોમ્બ્સને જાતીય હુમલો, સેક્સ ટ્રાફિકિંગ અને દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જુબાની આપવા માટે જસ્ટિન બીબરને પણ બોલાવવામાં આવ્યા છે. સૂત્રો કહે છે કે આ કેસમાં પોતાનું નામ સામેલ થયા બાદ જસ્ટિન ખૂબ જ નારાજ છે. તેને ડર છે કે જો તેની સામેનો કોઈ આરોપ સાચો સાબિત થશે તો તેની કારકિર્દી બરબાદ થઈ જશે.
2018માં કર્યા હતા લગ્ન
પીપલ મેગેઝિનના અહેવાલ મુજબ, જસ્ટિન બીબરે 7 જુલાઈ, 2018 ના રોજ મોડેલ હેલી બાલ્ડવિન સાથે સગાઈ કરી હતી. દરમિયાન, એવા અહેવાલો હતા કે બંને 2015 થી રિલેશનશિપમાં હતા, પરંતુ 2016 માં તેમનું બ્રેકઅપ થઈ ગયું. પછી નવેમ્બર 2018 માં લગ્ન કર્યા પછી, બંનેએ 2019 માં દક્ષિણ કેલિફોર્નિયામાં પરિવાર અને મિત્રો માટે લગ્ન સમારોહનું આયોજન કર્યું.
સેલેના ગોમેઝ સાથે હતા સંબંધો
હેલી પહેલા જસ્ટિનનું ગાયિકા અને અભિનેત્રી સેલેના ગોમેઝ સાથે અફેર હતું. બંને 2010 માં મળ્યા હતા. જોકે માત્ર 2 વર્ષ પછી તેઓ અલગ થઈ ગયા. 2 વર્ષ અલગ રહ્યા પછી બંનેએ ફરીથી સંબંધને તક આપી અને સાથે રહેવા લાગ્યા. વર્ષ 2016 માં એવા અહેવાલો આવ્યા હતા કે સેલેના પ્રખ્યાત ગાયક ચાર્લી પુથને ડેટ કરી રહી છે. ઘણા ઉતાર-ચઢાવ પછી, 2018 માં બંનેનું બ્રેકઅપ થયું હતું.
Disclaimer: સૂત્રો અને મીડિયા રિપોર્ટના અહેવાલ અનુસાર અહીં સમાચાર દર્શાવ્યા છે. આ સમાચાર સાચા જ હોવાની સંદેશ ન્યૂઝ કે સંદેશ ડીઝીટલ કોઇ પુષ્ટિ કરતુ નથી)


