- ભોજનમાં વપરાતા અનાજની ગુણવત્તા ખૂબ જ ખરાબ
- મધ્યાહન ભોજન યોજનામાં મોટી બેદરકારી સામે આવી
- પુરવઠા વિભાગમાંથી જ જીવાતવાળું અનાજ આપવામાં આવે
મધ્યાહન ભોજન યોજનામાં મોટી બેદરકારી સામે આવી છે. શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને અપાતા ભોજનમાં વપરાતા અનાજની ગુણવત્તા ખૂબ જ ખરાબ હોવાનું જણાયુ છે. મહીસાગરના કડાણા તાલુકામાં આવેલ ઘોડિયાર અને નીંદકા ઉત્તર પ્રાથમિક શાળા એમ બે શાળામાં કઠોળમાં જીવાત જોવા મળી હતી.
ગરીબ અને આદિવાસી બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે અઠવાડિયામાં બે દિવસ કઠોળની વ્યવસ્થા કરવામાં આવી હતી. પુરવઠા વિભાગમાંથી જ જીવાતવાળું અનાજ આપવામાં આવે છે. સંચાલકો જીવાત વાળા અનાજ સાફ્ કરી ધોઈને બાળકોને ખવડાવવા માટે મજબુર બન્યા છે. મધ્યાહન ભોજનના સંચાલકો અનેક વાર મૌખિક રજુઆત કરી ચુક્યા છે. તેમ છતાં જીવાત વાળું અનાજ આપવામાં આવી રહ્યું છે. આ માટે અનાજ સપ્લાય કરવાની જવાબદારી છે તે વિભાગ છે. કારણ કે મધ્યાન ભોજનમાં બાળકોને સારું અને સ્વાસ્થ્ય દાયક અનાજ મળે તેની જવાબદારી પુરવઠા વિભાગની હોય છે. ત્યારે શું આ બાબતે ઉચ્ચ કક્ષાએથી પગલાં ભરવા માંગ છે.


