- અમેરિકામાં નવેમ્બર મહિનાની પાંચમી તારીખે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
- ચૂંટણી અગાઉ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે વાક્ પ્રહારોનું તીવ્ર યુદ્ધ
- ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ પર વંશીય ટિપ્પણી કરી
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈ આરોપ પ્રત્યારોપનો સમય ચાલી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસને લઈ વંશીય ટિપ્પણી કરી હતી. હવે કમલા હેરિસે ટ્રમ્પને તેના જ શબ્દોમાં વળતો જવા આપ્યો છે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે જણાવ્યું કે ડેપ્યુટી રાષ્ટ્રપતિ બનતા પહેલા હું સેનેટર રહી ચુકી છે. સેનેટર ચૂંટાઉ તેની પહેલા હું એટોર્ની જનરલ અને તેની પહેલા ડિસ્ટ્રીક્ટ એટોર્ની રહી ચુકી છે. તેની પહેલા કોર્ટ રૂમ પ્રોસિકયુટરની જવાબદારી પણ અદા કરી ચુકી છું.
કમલા હેરિસે કહ્યું કે, ટ્રમ્પની ટાઈપ હું જાણું છું
કમલા હેરિસે કહ્યું કે તે આ તમામ ભૂમિકાઓમાં મારો સામને દરેક પ્રકારથી ગુનેગારથી થયો છે. એવા ગુનેગારો જેને મહિલાઓનું શોષણ કર્યું, આવા ફ્રોડ જે લોકોને ઠગતા રહે છે. એવા લોકો જે પોતાના ફાયદા માટે નિયમોને તોડે છે. જેથી હું કહું છું કે, હું ડોનાલ્ડ ટ્રમ્પનો ટાઈપ જાણું છું. અને હું તેના જેવા લોકોથી ડીલ કરતી રહી છું.
ડોનાલ્ડ ટ્રમ્પે આવું નિવેદન આપ્યું હતું
આ અગાઉ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક પત્રકાર પરિષદમાં કમલા હેરિસ પર મોટો વાક્ પ્રહાર કર્યો હતો. ટ્રમ્પે કમલા હેરિને વંશીય ઓળખાણ પર સવાલ ઉઠાવ્યા હતા. અને જાણી જોઈને કહ્યું કે અશ્વેત ઓળખ વટાવવામાં લાગી છે. તેઓએ કહ્યું કે કમલા હેરિસ હંમેશા પોતાને ભારત સાથે સંકળાયેલી બતાવે છે. તે ઈન્ડિયન હેરિટેજને પ્રમોટ કરતી રહે છે પરંતુ હવે તે અચાનક અશ્વેત થઈ ગઈ છે. તે અશ્વેત ક્યારથી થઈ. હવે તે ઈચ્છે છે કે તેને અશ્વેત તરીકે ઓળખવામાં આવે.
કમલા હેરિસ ભારતીય છે કે અશ્વેત?
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને નથી ખબર કે, કમલા હેરિસ ભારતીય છે કે અશ્વેત? હું ભારતીયો અને અશ્વેતો બંનેનું સન્માન કરું છું. પરંતુ મને નથી લાગતું કે હેરિસના મનમાં આને લઈ સન્માનની ભાવના છે. કારણ કે, તે હંમેશા ભારતીય હતી અને પોતે ભારત સાથે જોડાયેલી જણાવે છે પરંતુ હવે તે અશ્વેત બની ગઈ છે.


