- અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને નેતન્યાહૂ વચ્ચે મુલાકાત
- ગાઝા યુદ્ધવિરામ, હમાસ, આતંકવાદ જેવા મુદ્દે ચર્ચા થઈ
- અમેરિકામાં રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસમાં બંને વચ્ચે બેઠક યોજાઈ
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી છે. આ મહત્ત્વની મુલાકાતમાં ગાઝામાં ચાલતા યુદ્ધમાં સામાન્ય લોકોનાં મોતની ઘટનાઓ સહિત માનવીય પીડાને દર્શાવતા કમલા હેરિસે કહ્યું કે ઈઝરાયલને આત્મરક્ષા કરવાનો અધિકાર છે. પરંતુ મહત્ત્વ એ છે કે તેઓ પોતાની રક્ષા કઈ રીતે કરે છે. હેરિસે અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર આવાસ અને કાર્યાલય વ્હાઈટ હાઉસ પરિસરમાં નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી
ઈઝરાયલને બચાવનો અધિકાર
કમલા હેરિસે આ મુલાકાતના તત્કાલ બાદ પત્રકારોને જણાવ્યું કે, ”મેં આ ઘણીવાર કહ્યું છે, પરંતુ આને દોહરાવી દઉં છું. ઈઝરાયલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે.” અને તે એવું કઈ રીતે કરી શકે છે. એ અર્થ રાખે છે. ”હમાસ એક ક્રૂર આતંકવાદી સંગઠન છે. હમાસે સાત ઓક્ટોબરે 44 અમેરિકનો સહિત 1200 લોકોની હત્યા કરી આ યુદ્ધની શરૂઆત કરી હતી. હમાસે જાતીય હિંસાના ભયાનક કૃત્ય આચર્યા છે અને 250 લોકોને બંધક બનાવી રાખ્યા છે. એવા અમેરિકી નાગરિક છે જે ગાઝામાં બંધક બનેલા છે.”
‘હું ચૂપ નહિ રહું’
કમલા હેરિસે જણાવ્યું કે, ”મેં ત્યાં ભયંકર માનવીય સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ત્યાં 20 લાખથી વધુ લોકો ખાદ્ય અસુરક્ષા અને પાંચ લાખ લોકો ગંભીર સ્તરતીની ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે.” ગત નવ મહિનામાં ગાઝામાં જે કંઈ થયું તે વિનાશકારી છે. હેરિસે કહ્યું કે, ”ઘણા મામલામાં બીજી, ત્રીજી અથવા ચોથી વખત બેઘર થયા પછી સુરક્ષા માટે ભાગી રહેલા હતાશ, ભૂખ્યા અને મૃત બાળકોના ફોટા છે. આપણે આ ત્રાસદીઓની સામે આંખો બંધ નથી કરી શકતા. હું ચૂપ નહિ રહું.”
ચર્ચા યથાવત્
અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિના કરારને લઈ ચર્ચા ચાલી રહી છે. તેમને જણાવ્યું કે કરાર પહેલા તબક્કામાં પૂર્ણ યુદ્ધવિરામ હશે. જેના હેઠળ ગાઝામાં વસ્તીવાળા કેન્દ્રોથી ઈઝરાયલી સૈન્યને પરત ફરવું પડશે. અને બીજા તબક્કામાં ઈઝરાયલી સૈન્ય ગાઝાથી સંપૂર્ણ પાછળ હટી જશે. અને આ શત્રુતાનો સ્થાયી અંત હશે. તેમને કહ્યું કે આ યુદ્ધને સમાપ્ત કરવાનો સમય પાકી ગયો છે, અને આ રીતે સમાપ્ત થવું જોઈએ કે ઈઝરાયલ સલામત રીતે તમામ બંધકો મુક્ત કરાય. ગાઝામાં પેલેસ્ટાઈનવાસીઓની પીડા સમાપ્ત થાય અને પેલેસ્ટાઈન સ્વતંત્ર ગરિમા અને આત્મસન્માનથી પોતાના અધિકારીનો પ્રયોગ કરે. આ કરારને લઈ ચર્ચા અને બેઠકોમાં આશા જાગે તેવી પ્રગતિ થઈ છે.
કરારનો સમય આવી ગયો છે
કમલા હેરિસે જણાવ્યું કે, મેં વડાપ્રધાન નેતન્યાહૂને હાલ એવું કહ્યું કે આ કરાર કરવાનો સમય આવી ગયો છે. જે લોકો યુદ્ધવિરામ અને શાંતિ ઈચ્છે છે, હું તેઓને જોઈ રહી છું અને સાંભળી રહી છું. આવો આપણે આ કરાર કરી જેથી આપણે યુદ્ધ સમાપ્ત કરી શકીએ. બંધકોને ઘરે પરત બોલાવી લેવાય અને પેલેસ્ટાઈનવાસીઓને જરૂરી રાહત આપવામાં આવે.


