જાણીતા ઉદ્યોગપતિ અને પાન મસાલા કંપની કમલા પસંદ અને રાજશ્રીના માલિતના કમલ કિશોર ચોરસિયાના વહુ દિપ્તિ ચોરસિયાએ આત્મ હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. વિવિધ મીડિયા દ્વારા મળી રહેલા અહેવાલો અનુસાર, દીપ્તિએ દિલ્હીના વસંત વિહાર સ્થિત તેના ઘરે આત્મહત્યા કરી લીધી. ટોચની બ્રાન્ડ પાન મસાલા કંપનીના માલિકની સંપત્તિ અંગે તો સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, તેમની સંપત્તિ કરોડો રૂપિયાની છે.
કાનપુરમાં એક નાની દુકાનથી શરૂઆત
કમલ કિશોર ચૌરસિયાએ ઉત્તર પ્રદેશના કાનપુરના ફિલ્ડખાના વિસ્તારમાં એક નાની દુકાનથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. આજે કંપનીનું ટર્નઓવર અબજો રૂપિયા છે. કમલાકાંત ચૌરસિયા અને કમલા કિશોર ચૌરસિયા કમલા પસંદના સ્થાપક છે. કંપની 1973 માં સત્તાવાર રીતે નોંધાઈ હતી.
બંને સ્થાપકોએ 1980 ના દાયકામાં ગુટખાના વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન જ તેમણે ગુટખાનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું હતું. સમય જતાં કંપનીએ અન્ય ઉત્પાદન સેગમેન્ટમાં સાહસ કર્યું. તેણે તમાકુ, ગુટખા, એલચી અને અન્ય FMCG ઉત્પાદનોમાં પોતાનો હાથ અજમાવ્યો. કંપનીએ રિયલ એસ્ટેટ અને લોખંડના વ્યવસાયમાં પણ પ્રવેશ કર્યો છે.
આજે વ્યવસાય કરોડો રૂપિયાનો
આજે વ્યવસાય કરોડો રૂપિયાનો
ભારતમાં પાન મસાલા ઉદ્યોગ સતત વધી રહ્યો છે, અને બજાર વિશ્લેષણ કંપનીઓ અનુસાર તેનું કુલ મૂલ્ય આશરે રૂ. 46,882 કરોડ સુધી પહોંચી ગયું છે. આ વિશાળ વ્યવસાયમાં એકલા કમલા પાસંદ બ્રાન્ડ રૂ. 3,000 કરોડથી વધુનું યોગદાન આપે છે. કંપનીનું મુખ્ય ઉત્પાદન એકમ કાનપુરમાં સ્થિત છે, જ્યાંથી પાન મસાલા દેશના વિવિધ રાજ્યોમાં સપ્લાય કરવામાં આવે છે. કંપનીની સફળતા જ કહી રહી છે કે તેની નેટવર્થ કરોડો રૂપિયાની છે.
(disclaimer: અહીં આપેલી માહિતી મીડિયા અહેવાલ આધારિત છે. આ માહિતીની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી )
વધુ વાંચો- Delhi: Kamla Pasand પાન મસાલા કંપનીના માલિકની પુત્રવધુએ કરી આત્મહત્યા..સ્યુસાઇડ નોટમાં જણાવ્યું કારણ


