કણસાગરા મહિલા કોલેજમાં ઇનોવેટર્સમાં ઇમોશનલ રિઝિલિયન્સ વિષય પર વર્કશોપ
અગ્ર ગુજરાત, રાજકોટ
કે. એસ. એન. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ દ્વારા ઇનોવેશન ક્લબ – KCG હેઠળ “ઈનોવેટર્સમાં ઈમોશનલ રિઝિલિયન્સ” વિષય પર દ્વિ-સ્તરીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને વિચારશક્તિના ક્ષેત્રે સતત બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે વિદ્યાર્થીઓમાં ભાવનાત્મક સ્થિરતા અને સકારાત્મક ઉર્જા વિકસે તે ઉદ્દેશ્યથી આ વર્કશોપ આયોજિત કરવામાં આવ્યો હતો.
વર્કશોપનો લેવલ–1 તથા 30 મી જાન્યુઆરીએ લેવલ–2 યોજાયો હતો. આ વર્કશોપમાં રિસોર્સ પર્સન તરીકે ડો. દર્શના વિઠલાણીએ માર્ગદર્શન આપ્યું. તેમણે નવીનતા ક્ષેત્રે ભાવનાત્મક મજબૂતી, તણાવનું સુયોગ્ય સંચાલન, આત્મવિશ્વાસનો વિકાસ અને પડકારો સામે સ્થિરતા જાળવવાની વિવિધ પદ્ધતિઓ અંગે વિસ્તૃત સમજણ આપી. વિદ્યાર્થીઓને પ્રાયોગિક પ્રવૃત્તિઓ, ચર્ચા અને અવલોકનના આધારે વિષયને સુલભ રીતે સમજાવવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ઇનોવેશન ક્લબ કોર્ડિનેટર ડો. તુલસી રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડો. સ્નેહલબેન કોટક ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમણે ડો. દર્શના વિઠલાણીનું સ્વાગત કરી વિદ્યાર્થીઓને આવા વર્કશોપો દ્વારા નવીનતા પ્રત્યેનો આત્મવિશ્વાસ અને ભાવનાત્મક સ્થિરતા વિકસાવવા પ્રેરણા આપી હતી. કોલેજ દ્વારા ઈનોવેશન ક્લબ – KCG હેઠળ આવા રચનાત્મક કાર્યક્રમો આગળ પણ યોજવામાં આવશે તેવી માહિતી પણ આપી હતી. વર્કશોપમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લઈ તેને લાભદાયી ગણાવ્યો હતો.


