- કેનેડાને હવે ખબર પડશે, શું હોય છે આતંકવાદ?
- કનિષ્ક વિમાન દુર્ધટનામાં 329 લોકોના થયા હતા મોત
- કનિષ્ક વિમાન દુર્ધટનાના 39 વર્ષ બાદ પણ તપાસ ચાલુ
આતંકવાદ શું છે અને ભારત કેવી રીતે ખાલિસ્તાની આતંકવાદીઓના ત્રાસનો સામનો કરી રહ્યું છે? તે કેનેડાને હવે સમજાયું છે. એયર ઈન્ડિયાના કનિષ્ઠ વિમાનમાં થયેલ બોમ્બ ધમાકાને લઈ કેનેડા પોલીસે નિવેદન જાહેર કરતા આ આતંકી ઘટનાના પીડિતોના જખમો પર મલમ લગાવવાની કોશિશ કરી છે.
એયર ઈન્ડિયાના કનિષ્ક વિમાન 23 જૂન 1995ના કેનેડાના માંટ્રિયલથી લંડન થઈ દિલ્હી આવી રહ્યું હતું ત્યારે રસ્તામાં લંડનમાં લેન્ડિંગ પહેલા વિમાનમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિમાન દુર્ધટનામાં 329 લોકોના મોત થયા હતા. મૃતકોમાં સૌથી વધુ ભારતીય મુળના કેનેડાના નાગરિકો હતા.
આ બોમ્બ વિસ્ફોટનો આરોપ સિખ આતંકવાદીઓ પર લગાવવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ કથિત રીતે સુવર્ણ મંદિરમાંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે 1984માં હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન બ્લુસ્ટાર’નો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો.
39 વર્ષ બાદ પણ તપાસ ચાલુ
આ વિસ્ફોટને આજે 39 વર્ષ પુરા થઈ ગયા છે. આ વિસ્ફોટની 39મી વર્ષગાંઠ પર કેનેડા પોલીસને નિવેદન જાહેર કરતા જણાવ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. રોયલ કનેડિયન મોન્ટેડ પોલીસના પ્રશાંત ક્ષેત્રના કમાન્ડર ડેવિડ ટેબોલે આ બોમ્બ ધમાકાને દેશના ઈતિહાસમાં કેનેડાના ‘લોકોને અસર કરતું અને તેમાં સામેલ સૌથી મોટું આતંકવાદી નુકસાન’ જણાવ્યું અને પીડિત પરિવારો માટે સંવેદના અને સમર્થન આપ્યું છે.
ટેબોલે કહ્યું કે, એયર ઈન્ડિયાની તપાસ સૌથી લાંબી અને નિશ્ચિત રૂપથી RCMPના ઈતિહાસમાં કરવામાં આવેલ સૌથી જટિલ ઘરેલું આતંકવાદ તપાસમાંથી એક છે.
કનિષ્ક વિમાન દુર્ધટનાની વર્ષો સુધી અસર
ટેબોલે વધુમાં કહ્યું કે, આ બોમ્બ ધમાકાની અસર સમયની સાથે ઓછી નથી થઈ અને આના કારણે થતા આઘાતથી પેઢીઓને અસર થઈ છે. તેમણે કહ્યું કે, ‘આપણે આ દુર્ઘટના અને આતંકવાદની અન્ય ઘટનાઓમાં ગુમાવેલા નિર્દોષ જીવોને ક્યારેય ભૂલવું જોઈએ નહીં.’
વિમાન ઈતિહાસમાં થયેલ સૌથી મોટા આતંકી હુમલાઓમાં એક કનિષ્ક બોમ્બ ધમાકાને યાદ કરતા વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ દુતાવાસને એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારત દ્વારા આયોજિત આ શ્રદ્ધાંજલિ સભા ખાલિસ્તાની આતંકવાદીઓના મુદ્દે કેનેડા સાથે ભારતના સંબંધોમાં તણાવ વચ્ચે થઈ રહી છે.
આતંકવાદ પર ભારત અને કેનેડા વચ્ચે મતભેદ
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે ટ્રુડોના આરોપોને ‘વાહિયાત અને પ્રેરિત’ ગણાવીને ફગાવી દીધા છે. ભારતનું કહેવું છે કે, બન્ને દેશો વચ્ચેનો મુખ્ય મુદ્દો એ છે કે કેનેડા તેની ધરતી પરથી કોઈ પણ પ્રતિબંધ વિના કાર્યરત ખાલિસ્તાન સમર્થક તત્વોને જગ્યા આપી રહ્યું છે.
ભારતે વારંવાર કેનેડા સમક્ષ તેની ચિંતા વ્યક્ત કરી છે અને નવી દિલ્હીને આશા છે કે ઓટાવા આવા તત્વો સામે કડક પગલાં લેશે.


