- કાનપુરન કુખ્યાત ગેંગસ્ટરે ઝાંસીમાં આચાર્યો હતો હત્યાકાંડ
- વધુ એક હત્યાની સોપારી લઈને આવ્યો અને STFએ ઠાર માર્યો
- STFની કાર્યવાહીમાં કાલિયાને છાતીમાં ગોળી વાગી હતી
શનિવારે સવારે કાનપુરના બહુચર્ચિત પિન્ટુ સેંગર હત્યાકાંડમાં વોંટેડ ગેંગસ્ટર રાશિદ કાલિયા STF સાથેની અથડામણમાં ઠાર મારવામાં આવ્યો છે. STFની જવાબી કાર્યવાહીમાં ગેંગસ્ટરની છાતીમાં ગોળી વાગી અને કુખ્યાત ગેંગસ્ટરનો ખાતમો થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ આરોપીને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં બાદમાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. કાલિયાએ ઝાંસીમાં પણ એક હત્યાકાંડને અંજામ આપ્યો હતો. તેના પર 1.25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
SSP રાજેશ એસ. ના જણાવ્યા પ્રમાણે રાશિદ કાલિયા ઉર્ફ ગૌડા ઉર્ફ બિરુ પુત્ર સલીમ કાનપુરન ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારન ચીશતીનગરનો રહેવાસી હતો. STFને સૂચના મળી હતી કે કાલિયાએ મઉરાનીપુર વિસ્તારન એક શખ્સની હત્યાની સોંપાલી લીધી હતી. હત્યાને અંજામ આપવા માટે કાલિયા મઉરાનીપુર પહોંચ્યો હતો.
શનિવારે સવારે લગભગ 7 વાગે STFએ મઉરાનીપુર પોલીસની સાથે મળીને સિતૌરા રોડ પાસે ઘેરી લીધો હતો. પોલીસને જોઈને રાશિદે ફાયરિંગ કરી દીધું હતું. ફાયરિંગનો જવાબ આપતા STF દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. STFની કાર્યવાહીમાં કાલિયાને છાતીમાં ગોળી વાગી હતી અને તે ઢળી પડ્યો હતો. બાદમાં તેને મઉરાનીપુર CHC લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને ઝાંસી મેડિકલ કોલેજ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના સ્થળે પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે.