ભાજપના ભરતસિંહ ને કોંગ્રેસના ચંદનજીની સીધી સ્પર્ધા….
આ વખતે રામમય વાતાવરણમાં પંજો પણ પાછો પડે એમ લાગતું નથી..
મામાનું ઘર કેટલે…દિવો બળે એટલે….જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ લોકસભા ૨૦૨૪ ની સામાન્ય ચૂંટણી નો ઉત્સવ નજીક આવી પહોંચ્યો છે લોકશાહીના મહાપર્વ ચુંટણીના આ અવસરને વધાવવા મતદારોમા ઉત્સાહ અને થનગનાટ પ્રવર્તિ રહ્યો છે ૭ મેં ના મતદાન ના દિવસ આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે પાંચ તારીખે સાંજે ચુંટણી ના જાહેર પ્રચાર પડઘમ શાંત થઈ જશે એટલે આ બે ત્રણ દિવસના અંતિમ તબક્કામાં મહત્વના સમયનો જેટલો ઉપયોગ થઇ શકે એટલો કરી દેવા રાજકીય પક્ષોના નેતાઓ પણ અધીરા અને ઉતાવળા બન્યા છે.
પાટણ લોકસભા બેઠકની ચુંટણીના આ વખતનાં જંગમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની સીધી ટક્કર કોંગ્રેસના સ્થાનિક ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે હોય પ્રચારના અંતિમ તબક્કા સુધી રસાકસીનો માહોલ બની રહ્યો છે અને ઠાકોર વર્ષિષ ઠાકોરના ચુનાવ જંગમાં કોણ મેદાન મારી જશે એને લઇને પણ લોકોમાં અવનવી ચર્ચાઓ અને અનુમાનો થઈ રહ્યા છે લોકમત મુજબ એટલું તો ચોક્કસ કહી શકાય એમ છે કે જો જીતેગા વોહી સિકંદર.. પરંતુ બંને પક્ષે જીત મેળવવી સાવ આસાન તો નથી જ.
પાટણ લોકસભા બેઠક ની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એ બે મુખ્ય પક્ષોના ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર વચ્ચે કાંટે કી ટક્કર જામી છે એટલે બંને પક્ષના આગેવાનો નેતાઓ અને સ્ટાર પ્રચારકોએ આ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે ભાજપને પાંચ લાખની લીડ સાથે બેઠક જાળવી રાખવા ની ચિંતા છે તો કોંગ્રેસ ને લાંબા વિરામ બાદ સંસદમાં એન્ટ્રી કરવાની ઉતાવળ છે જોકે ૨૦ લાખ મતદારો કોને પાટણના પ્રતિનિધિ તરીકે ચુંટીને મોકલવા માંગે છે એ તો પરિણામના દિવસે જ જાણી શકાશે પરંતુ આ વખતે રામમય વાતાવરણમાં પંજો પણ પાછો પડે એમ જણાતું નથી કમળ અને પંજો બંને સરખી ગતીથી ચાલી રહ્યા છે ત્યારે કોણ વધુ મતદાન કરાવી શકે છે એના પર પરિણામ નો મદાર રહેશે અને એ ઉમેદવાર નુ પલ્લું નમતું રહેશે
હવે મતદાન આડેના બાકીના ત્રણ દિવસ બંને ઉમેદવારો માટે ચુંટણી પ્રચાર ની દ્રષ્ટીએ અને વિજય માટે મહત્વના પુરવાર થનાર છે ત્યારે ભાજપ પાટણ બેઠક જાળવી રાખવા માટે કોઈ કસર છોડવા તૈયાર નથી અને આગાઉની ચુંટણીઓ મુજબ તમાંમ પ્રકારની તૈયારીઓ વ્યુહરચના અને રણનીતિ સાથે સજ્જતા ધારણ કરી છે તો બીજી તરફ કોંગ્રેસને પણ દસ વર્ષ પછી આ વખતે જ્યારે માહોલ કોંગ્રેસ તરફી જણાઇ રહ્યો છે અને પરિણામ મળે તેવું ઉત્સાહજનક વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આ તકનો લાભ લઈને મતદારોના દિલ જીતી ને વિજય મેળવવા તમામ પ્રયત્નો હાથ ધરાયા છે જાણે કે મરણિયો જંગ ખેલાઇ રહ્યો હોય એવું વાતાવરણ અને અંડર કરંટ પાટણ બેઠક પર જોવા મળી રહ્યું છે એક તરફ ગરમી નું જોર અને બીજી તરફ મતદારો નો મિજાજ બંને પક્ષના ઉમેદવારોને વિજયનો વિશ્વાસ દર્શાવી રહ્યા હોય એમ સમગ્ર પંથકમાં કોણ જીતશે….? શું ભરતસિંહ જીતમાં પણ રિપીટ થશે કે પછી ચંદનજી મેદાન મારી જશે…? એવી ચર્ચાઓ અનુમાનો અને ગણતરીઓ વચ્ચે વાતાવરણ બંને તરફી હોવાનું લોકમુખે સાંભળવા મળી રહ્યું છે
ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં હજુ પણ જાણીતા નેતાઓ અને સ્ટાર પ્રચારકો આવીને ઝંઝવાતી ચૂંટણી પ્રચાર કરી વાતાવરણ બદલવા પ્રયત્ન કરશે અને પાંચમી મે રવિવારે સાંજે જાહેર પ્રચાર પડઘમ શાંત થઈ જશે ત્યારબાદ ડોર ટુ ડોર અને વ્યક્તિગત તેમજ વિવિધ સમાજના મતદારો સુધીના સીધા લોક સંપર્ક અને પ્રચાર દરમિયાન જે પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે તે પણ છેલ્લા સમયે ખૂબ જ પરિણામદાઇ બની રહેનાર છે


