- ખેરાલુના કેશરપુરા ગામે કપિરાજને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ
- કપિરાજને બજરંગ દળના કાર્યકરે આમંત્રણ આપ્યું
- કપિરાજે આમંત્રણ સ્વીકાર્યું અને કંકોત્રી લઈને ચાલ્યા ગયા
મહેસાણામાં કપિરાજે પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ સ્વીકાર્યું છે. જેમાં ખેરાલુના કેશરપુરા ગામે કપિરાજને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપ્યું હતુ. ત્યારે કપિરાજને બજરંગ દળના કાર્યકરે આમંત્રણ આપ્યું હતુ. કપિરાજે આમંત્રણ સ્વીકાર્યું અને કંકોત્રી લઈને ચાલ્યા ગયા હતા.
કપિરાજનો આમંત્રણ સ્વીકારતો વીડિયો સામે આવ્યો
કપિરાજનો આમંત્રણ સ્વીકારતો વીડિયો સામે આવ્યો છે. જેમાં મહેસાણાના ખેરાલુ તાલુકાના કેશરપુરા ગામમાં કપિરાજે શ્રી રામ જન્મ ભૂમિ મહોત્સવનું આમંત્રણ સ્વીકાર્યું છે. પાળ ઉપર બેઠેલા કપિરાજને બજરંગ દળના કાર્યકરે આમંત્રણ આપ્યું હતુ. કપિરાજે આમંત્રણ સ્વીકાર્યું અને કંકોત્રી લઈને ચાલ્યા ગયા હતા. કપિરાજનો આમંત્રણ સ્વીકારતો વીડિયો સામે આવ્યો છે.
રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે
અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પહેલા પણ સોશિયલ મીડિયા પર મંદિર સાથે જોડાયેલા ઘણા દાવા વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક દાવો છે કે જટાયુ (ગીધ)નું ટોળું અયોધ્યા પહોંચવા લાગ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણા વેરિફાઈડ યુઝર્સ ગીધના વીડિયો શેર કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે જટાયુનું ટોળું અયોધ્યા પહોંચવા લાગ્યું છે.આ સાથે લોકો એવો પણ સવાલ કરી રહ્યા છે કે આ માત્ર સંયોગ છે કે ચમત્કાર?


