- ઘરની બહાર બેઠેલી મહિલા પર કપિરાજનો હુમલો
- કપિરાજે મહિલાના પગમાં બર્યા બચકા
- ઇજાગ્રસ્ત મહિલાને બન્ને પગે 36 આવ્યા ટાંકા
સમગ્ર ગુજરાતમા કપિરાજનો ત્રાસ દિવસેને દિવસે વધી રહયો છે. કયારેક વાહનોને નુકસાન તો કયારેક માણસને નુકસાન પહોચાડી રહયા છે. કપિરાજ આવી જ એક ઘટના બની અરવલ્લીના મેઘરજનગરમા જયા ઘરની બહાર બેઠેલી મહિલાને કપિરાજે પગના ભાગે હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા છે. મહિલાને સારવાર હેઠળ ખસેડાતા 36 ટાંકા આવ્યા હતા. મહિલાને ટાંકા આવતા પથારીમા જ બેસવાનો વારો આવ્યો છે.
આંતક મચાવતા કપિરાજ
કપિરાજની બિક કોને ના લાગે,હા બિક તો રાખવી જ પડે ને,નહીતર તમને પણ આ બહેનની જેમ ટાંકા આવી શકે છે. વાત કરીએ તો મહિલા ઘરની બહાર બેઠી હતી તે સમય દરમિયાન અચાનક કયાકથી કપિરાજે આવી મહિલા પર હુમલો કર્યો અને મહિલાને પગના ભાગે ઈજા પહોચાડી છે. કપિરાજે એવા બચકા ભર્યા કે મહિલાએ બુમાબુમ કરી અને કપિરાજ બચકા ભરીને નાસી છૂટયો હતો. મળતી માહિતી મુજબ વાત કરવામા આવે તો કપિરાજે મહિલાના પગે એવી ઈજા પહોચાડી કે મહિલાને ચાલવુ પણ મુશ્કેલ થઈ ગયુ છે અને પિડા સહન કરવાનો વારો આવ્યો છે.
વન વિભાગ ઘટના સ્થળે
કપિરાજ જલ્દીથી પાંજેરે પૂરાય તેવુ સ્થાનિકો વન વિભાગને કહી રહયા છે, કેમકે આજે એક મહિલાને ઈજાગ્રસ્ત કર્યા તો આવનારા સમયમા અન્ય કોઈ પણ વ્યકિત આવી જ રીતે કપિરાજનો ભોગ બની શકે છે. ઘટનાની જાણ થતા અરવલ્લી વન વિભાગ ઘટના સ્થળે પહોચી ગયુ હતુ અને કપિરાજને પાંજરે પૂરવા માટે કવાયત હાથધરી છે. વન વિભાગે તેમની રીતે પાંજરૂ તો ગોઠવી દીધુ છે પણ આ કપિરાજ પાંજરમા પૂરાશે કે નહી તે જોવુ રહ્યું છે.
કપિરાજથી બચવાના ઉપાયો
કપિરાજથી કહી રીતે બચી શકાય તે તમને જણાવીએ, તો કપિરાજથી બચવા માટે જયારે પણ કપિરાજ તમારી સામે જોઈને દાંત કાઢતો હોય તો તેની સામે દાંત કાઢવા કે હસવુ નહી, કેમકે આવુ કરવાથી કપિરાજ પિત્તો ગુમાવશે અને તમને નુકસાન પહોચાડશે. જયારે કપિરાજ ગુસ્સામા હોય તો તેની સામે જોયા વગર સાઈડમા ખસી જવુ, જેથી તમારી પર હુમલો થવાની શકયતા ઘટી જાય છે.


