અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે FBIના ડિરેક્ટર કાશ પટેલ પર છેલ્લા ઘણા દિવસોથી તેમના કામ અંગે આરોપો લગાવવામાં આવી રહ્યા હતા. FBIના ભૂતપૂર્વ સ્ટાફના સભ્યે દાવો કર્યો હતો કે, કાશ પટેલ ઓફિસ કરતાં નાઇટક્લબ અને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં વધુ જોવા મળે છે. આ પછી, હવે ડેપ્યુટી ડિરેક્ટર ડેન બોંગિનોએ ખુલાસો કર્યો છે કે તે આખા દિવસમાં 13 કલાક કામ કરે છે.
FBI ડિરેક્ટર કાશ પટેલ કેમ છે ચર્ચામાં ?
અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBIના ડિરેક્ટર કાશ પટેલ હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં તેમની કામગીરી અને ફરજ પર પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ FBI કાઉન્ટર-ઇન્ટેલિજન્સ ઓફિસર ફ્રેન્ક ફિગ્લિયુઝીએ જણાવ્યુ હતુ કે, કાશ પટેલ ઓફિસ કરતા નાઇટ ક્લબમાં વધુ જોવા મળે છે અને તે તેમના લાસ વેગાસ ઘરેથી પણ કામ કરે છે. આ પછી, હવે FBIના ડેપ્યુટી ડિરેક્ટર ડેન બોંગિનોનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. ડેને તમામ આરોપો નકાર્યાં હતા. તેમણે જણાવ્યુ હતુ કે, કાશ પટેલની નેતૃત્વ શૈલી અને કાર્ય પર સવાલ ન ઉભા કરવા જોઇએ. તેઓ દિવસમાં 13 કલાક કામ કરે છે. તે સવારે 6 વાગ્યે ઓફિસ આવે છે અને સાંજે 7 વાગ્યે ઓફિસથી ઘરે જાય છે.
કાશ પટેલ પર શું છે આરોપ ?
ડેપ્યુટી ડિરેક્ટર ડેન બોંગિનોએ જણાવ્યું હતું કે તેમની અને કાશ પટેલની ઓફિસ ખૂબ નજીક છે. બોંગિનોએ જણાવ્યું હતું કે કાશ પટેલ સવારે 6 વાગ્યે ઓફિસ આવે છે અને સાંજે 7 વાગ્યા પહેલા બહાર નીકળતા નથી. તેઓ પૂર્ણ ઇમાનદારી સાથે ફરજ બજાવે છે. બોંગિનોએ કહ્યું હતું કે, તેઓ સવારે 7.30 વાગ્યે ઓફિસ જાય છે. તેઓ સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તેઓ જીમમાં પણ સમય વિતાવે છે. કાશ પટેલના ઓફિસના સમયનો ખુલાસો હાલમાં નાની બાબત નથી. હકીકતમાં, આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે કાશ પટેલના ઓફિસમાં કામ કરવા અંગે પ્રશ્નો ઉભા થયા છે. તાજેતરમાં FBI ડિરેક્ટર પર તેમની નોકરીમાં રસ ન લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. FBIના એક ભૂતપૂર્વ સ્ટાફ સભ્યએ દાવો કર્યો હતો કે કાશ પટેલ ઓફિસ કરતાં નાઈટક્લબ અને રમતગમતના કાર્યક્રમોમાં વધુ જોવા મળે છે.
કાશ પટેલ કોણ છે?
એફબીઆઈના સૂત્રોએ દાવાને પાયાવિહોણો ગણાવ્યો હતો. કશ્યપ ‘કાશ’ પટેલને આ વર્ષે ફેબ્રુઆરીમાં એફબીઆઈ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1980માં ન્યુયોર્કમાં ગુજરાતી માતાપિતાના ઘરે જન્મેલા કાશ પટેલે અમેરિકા પાછા ફરતા પહેલા તેમના શરૂઆતના વર્ષો પૂર્વ આફ્રિકામાં વિતાવ્યા હતા. તેમણે લોંગ આઇલેન્ડની ગાર્ડન સિટી હાઇ સ્કૂલમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હતું. ભારતીય તરીકે તેમને મળેલુ પદ દરેક ભારતવાસી માટે ગર્વ સમાન છે.