કાશ પટેલે પોતાની પ્રેમિકા એલેક્સિસ વિલ્કિંસની સુરક્ષા વધારવા માટે અને યાત્રા માટે સુવિધા આપવા માટે SWAT ટીમ અને સરકારી વિમાનોનો ઉપયોગ કર્યો છે.
કાશ પટેલ પર ગંભીર આરોપ
અમેરિકામાં FBI ડાયરેક્ટર કાશ પટેલ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તેમના પર આરોપ છે કે, પોતાની પ્રેમિકા અને કંટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિંસને સુરક્ષા આપવા માટે સરકારી એજન્ટો અને ફેડરલ એજન્ટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ન્યૂયોર્ક ટાઇમ્સની રિપોર્ટ બાદ અમેરિકાના વહીવટી તંત્રમાં હલચલ જોવા મળી રહી છે. સમીક્ષકોએ તેને FBIના પ્રોટોકોલ વિરુદ્ધનું દર્શાવ્યુ છે.
એજન્ટોને કાશ પટેલના આદેશ
આ મામલાની શરૂઆત નેશનલ રાઇફલ અસોસિએશનના અટલાંટા કાર્યક્રમમાં થઇ હતી. જ્યાં એલેક્સિસ વિલ્કિંસ પરફોર્મ્સ કરી રહી હતી. ત્યાં રિપોર્ટ અનુસાર FBIની લોકલ ફિલ્ડ ઓફિસની SWAT ટીમના બે એજન્ટ સાથે પહોંચી હતી. આ એજન્ટોને કાશ પટેલના આદેશ પર મોકલવામાં આવ્યા હતા. એજન્ટોએ વેન્યુની સુરક્ષાની તપાસ કરી હતી. અને કોઇ ખતરો ન હોવાની ચકાસણી બાદ તેઓ પરત ફર્યા હતા. આ વાત કાશ પટેલને ગમી ન હતી. તેઓએ ટીમના કમાન્ડરને ફટકાર લગાવી હતી.
SWATની ટીમનું શું છે કાર્ય ?
કાશ પટેલે પૂછ્યુ હતુ કે, તેમના પ્રેમિકાને પૂરતી સુરક્ષા આપ્યા વિના ટીમ કેમ પરત ફરી હતી. આ પ્રકારનું વર્તન અસામાન્ય માનવામાં આવી રહ્યુ છે. કારણ કે, SWATની ટીમ એ ઓપરેશનમાં લગાવવામાં આવે છે જ્યાં બંધકો સંકટમાં હોય, હાઇ રિસ્ક ઓપરેશન હોય અથવા મોટા ખતરા સમાન સ્થિતિ હોય. કેટલાક ભૂતપૂર્વ અધિકારીએઓ NYTને જણાવ્યુ હતુ કે, ડાયરેક્ટર તરફથી આ પ્રકારના ઉપયોગ અનોખા પ્રયોગ સમાન દેખાઇ રહ્યા છે.
પ્રાઇવેટ જેટ અંગે પણ થયો હતો વિવાદ
રિપોર્ટે દાવો કર્યો છે કે, એલેક્સિસ વિલ્કિંસના નૈશવિલે અને અન્ય શહેરોમાં થનાર કાર્યક્રમમાં પણ FBI એજન્ટોનો સુરક્ષા માટે ઉપયોગ કરાયો છે. મે મહિનામાં લંડનમાં થયેલા સુરક્ષા સંમેલનમાં પણ એલેક્સિસ વિલ્કિંસ કાશ પટેલે સાથે દેખાયા હતા. અમેરિકી દૂતાવાસના FBI અધિકારીઓએ તેમને વેન્યૂ સુધી પહોંચાડ્યા હતા. કાશ પટેલે પ્રાઇવેટ જેટ અને એકવાર બોઇંગ 757નો ઉપયોગ ખાનગી યાત્રાઓ માટે કર્યો હોવાનો આરોપ પણ FBI ડાયરેક્ટર પર લગાવવામાં આવ્યો છે.
કાશ પટેલના પ્રવક્તાની પ્રતિક્રિયા
કાશ પટેલની પ્રવક્તા બેન વિલિયમસને કહ્યુ હતુ કે, આ સુવિધાઓ એટલા માટે આપવામાં આવી છે કારણ કે, એલેક્સિસ વિલ્કિંસને ધમકી મળી રહી છે. ભૂતપૂર્વ એજન્ટોના કહ્યા અનુસાર આ પ્રકારના કાર્યો એજન્સીની પ્રાથમિકતાને બગાડે છે.


