- પ્રિન્સેસ ઓફ વેલ્સને લઈને અફવાઓનું બજાર ગરમ
- વિન્ડસર ફાર્મ્સની દુકાનમાં જોવા મળ્યા રોયલ લેડી
- બ્રિટિશ મીડિયાએ ખુશી વ્યક્ત કરતાં વિડીયો શેર કર્યો
બ્રિટિશ રાજવી પરિવારની વહુ કેટ મિડલટનની તબિયતને લઈને છેલ્લા ઘણા દિવસોથી અફવાઓ ચાલી રહી હતી. અફવાઓ વચ્ચે કેટ મિડલટન પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા છે. કેટ મિડલટન તાજેતરમાં પતિ પ્રિન્સ વિલિયમ સાથે લંડન નજીક વિન્ડસર ફાર્મ્સની દુકાનમાં જોવા મળ્યા હતા. બ્રિટિશ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટ મિડલટન સંપૂર્ણપણે સ્વસ્થ અને ખુશ જાણતા હતા.
કેટ મિડલટનના જાહેરમાં દેખાતા બ્રિટિશ મીડિયા ખુશ
બ્રિટિશ મીડિયા અનુસાર, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન શનિવારે ફાર્મર્સ માર્કેટમાં થોડી ખરીદી કરતા જોવા મળ્યા હતા, જે દરમિયાન કપલ જોવા મળ્યું હતું. બ્રિટિશ મીડિયાએ તેમને લઈને ખુશી વ્યક્ત કરી છે અને લખ્યું છે કે ‘કેટ, તને જોઈને સારું લાગ્યું’. કેટલીક મીડિયા સંસ્થાઓએ બંનેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. એક બ્રિટિશ અખબારે દાવો કર્યો છે કે કેટ મિડલટન તેના પતિ અને ત્રણ બાળકો સાથે શનિવારે એક સ્પોર્ટ્સ ઈવેન્ટમાં પણ સામેલ થયા હતા.
કેટના આરોગ્યને લઈને ઉઠી હતી અફવા
કેટ મિડલટનની તાજેતરમાં સર્જરી થઈ હતી, જેના કારણે તેઓ ગયા વર્ષના અંતિમ દિવસોથી જાહેરમાં જોવા મળ્યા ન હતા. તાજેતરમાં મધર્સ ડેના અવસર પર કેટ મિડલટનની એક તસવીર સામે આવી હતી. આ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવી હતી. વિવાદ વધતાં, કેટ મિડલટને એક નિવેદન બહાર પાડી કબૂલ કર્યું હતું કે ફોટા સાથે છેડછાડ કરવામાં આવી હતી અને ફોટો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ત્યારથી, મિડલટનના સ્વાસ્થ્યને લઈને અફવાઓ ફેલાઈ રહી હતી. આ ઉપરાંત, બ્રિટિશ શાહી મહેલ, કેન્સિંગ્ટન પેલેસના ઘણા જૂના કર્મચારીઓએ પણ કહ્યું હતું કે તેઓએ ઘણા દિવસોથી કેટને જોઈ નથી. આ કારણથી આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી હતી.


