- કાઠમંડુ જઈ રહેલી એક પેસેન્જર બસ ખીણમાં ખાબકી
- નેપાળ પોલીસ ડ્રાયવરની અટકાયત કરી કેસ દાખલ કર્યો
- અકસ્માતમાં મૃતક બે ભારતીયો ની ઓળખ નથી થઈ શકી
ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાને અડીને આવેલા પાડોશી દેશ નેપાળના નેપાળગંજ શહેરથી કાઠમંડુ જઈ રહેલી એક પેસેન્જર બસ શુક્રવારે રાત્રે રાપ્તી નદીમાં ખાબકતાં અકસ્માતનો ભોગ બની હતી. જેમાં બે ભારતીયો સહિત 12 લોકોના મોત થયા છે. લગભગ 25 લોકો ઘાયલ થયા છે. બંને ભારતીય મૃતકોની ઓળખ હજુ થઈ શકી નથી.
નેપાળના જિલ્લા પોલીસ કાર્યાલય ડાંગના ડીએસપી જનક બહાદુર મોલે જણાવ્યું છે કે આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. ઘાયલોને રાપ્તી સાયન્સ ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે જે બસમાં અકસ્માત થયો તે નમસ્તે ટ્રાન્સપોર્ટની હતી. નેપાળી પોલીસે સલયાન ગામના રહેવાસી બસ ડ્રાઈવર લાલ બહાદુરની અટકાયત કરી તેની સામે કેસ દાખલ કર્યો છે.
ઘાયલોની ઓળખ કાઠમંડુના રહેવાસી અબ્યા પાંડે, કાઠમંડુના કાલીમાટીના રહેવાસી મંજુ શર્મા, બાંકેના નિરંજન કોરી, નેપાળગંજ બાંકેના રહેવાસી આશુતોષ ગૌતમ, બાંકેના રહેવાસી સંજય કાર્કી, રૌતહાટના રહેવાસી સંજય કારકી, ધન બહાદુર પુન મગર, બાંકેના કોહલપુરમાં રહેતા છોટી સિલોટા, બરડીયાના રાજીવ થારૂ, જુમલાના વિશાલ બોહરા, બાંકેના દશરથ વિક, બાંકેના નફીઝ ખાન, ડોલ્પા કેધનકાલીના વૃદ્ધ, બાંકે રાપ્તી સોનારી ગાપાના કુલ બહાદુર ગોસાઈ, સુબાસ કાર્કી ચાખેવા, બાંકેના નેપાળગંજની લીલા વાલી, બાંકેના નેપાળગંજના કુસુમ બસનેત, બાંકે બૈજાપુરના શંકર થારુ, ભારતના રાહુલ કુમાર અહીરનો સમાવેશ થાય છે. મૃતકોમાં દસ નેપાળના નાગરિકો અને બે ભારતના નાગરિકો છે. બે ભારતીય મૃતકોની હજુ ઓળખ થઈ શકી નથી. નેપાળ પોલીસ તેમના વિશે જાણવાનો પ્રયાસ કરી રહી છે.


