- જમ્મુમાં આવેલા ઉધમપુર જિલ્લામાં આતંકીઓ બેફામ
- આતંકવાદીઓએ પોલીસ પર કર્યું ફાયરિંગ
- ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ નથી
જમ્મુમાં આવેલા ઉધમપુર જિલ્લામાં આતંકીઓ બેફામ બન્યા છે. આતંકવાદીઓએ પોલીસને નિશાન બનાવીને ગોળીબાર કર્યો છે. આ હુમલો બસંતગઢ વિસ્તારમાં પોલીસ પિકેટ પર કરવામાં આવ્યો હતો. ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
જમ્મુના ઉધમપુર જિલ્લામાં આતંકવાદીઓએ નાપાક હરકત કરી છે. આતંકવાદીઓએ પોલીસને નિશાન બનાવીને ગોળીબાર કર્યો છે. આ હુમલો બસંતગઢ વિસ્તારમાં પોલીસ પિકેટ પર કરવામાં આવ્યો હતો. ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ નથી. હુમલાખોરોને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સુરક્ષાદળોની ટુકડીઓ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.