- ઓખા-દિલ્હી સરાઈ રોહિલા હોળી સ્પેશિયલ ટ્રેન દોડશે
- 19 માર્ચે ઓખાથી ટ્રેન ઉપડશે 20મીએ દિલ્હી પહોંચશે
- દિલ્હીથી પરત 20 માર્ચે ઉપડશે 21મીએ ઓખા પહોંચશે
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે વિવિધ સ્પેશિય ટ્રેનોને લઈ આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે હોળીના તહેવાર દરમિયાન મુસાફરોને કોઈ અગવડ ના પડે તેને લઈ પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનથી ચાલતી ઓખા-દિલ્હી સરાય રોહિલા સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,આ ટ્રેન શરૂ થતાં દિલ્હીથી ઓખા સુધીના મુસાફરોને તેનો લાભ મળશે,તો જે મુસાફરોને હોળીને લઈ બહાર જવા માટેનો પ્રોગામ બન્યો હશે તેવા મુસાફરોનો આ સ્પેશિયલ ટ્રેનનો લાભ મળશે.
ઓખા-દિલ્હી સરાઇ રોહિલ્લા સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર 09523/09524 ઓખા-દિલ્હી સરાઇ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ કરવામાં આવશે,જેમાં ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ 19 માર્ચ, 2024નાં રોજ રાતે 10.00 કલાકે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 10.10 કલાકે દિલ્હી સરાય રોહિલા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા-ઓખા સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલ્લાથી બુધવારના 20 માર્ચના રોજ 1.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 1.50 કલાકે ઓખા પહોંચશે.
કયાં કયા ઉભી રહેશે ટ્રેન
આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિધ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં AC2-ટાયર, AC 3-ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ અને સેકન્ડ ક્લાસના કોચ હશે.


