- કેન્યામાં વિવાદિત કાયદા મુદ્દે દેખાવકારો સંસદમાં ઘૂસ્યા, ઇમારતને આગ ચાંપી
- સાંસદો દ્વારા નવા કરવેરા લાદતા વિવાદિત ફાઇનાન્સ બિલને મંજૂરી અપાતા તોફાનો
- ફાયરિંગમાં 10નાં મોત જ્યારે 50 કરતા વધારે લોકો ઇજાગ્રસ્ત થયા
કેન્યામાં સરકાર વિરોધી પ્રદર્શન હિંસક બન્યા છે. દેશની સંસદ દ્વારા બહાલ કરાયેલા નવા ફાઇનાન્સ બિલના વિરોધમાં સરકાર વિરોધી દેખાવકારોએ ભારે પ્રદર્શન કર્યા હતા. નવા ટેક્સ લાદવાના બિલના વિરોધમાં ઉગ્ર બનેલા પ્રદર્શનકારીઓ મંગળવારે દેશની સંસદના કેમ્પસમાં પ્રવેશી ગયા હતા અને તેમણે ઇમારતના કેટલાક ભાગમાં આગ લગાવી દીધી હતી.
હિંસક પ્રદર્શન કરી રહેલા દેખાવકારોને કાબૂમાં લેવા માટે કેન્યન પોલીસ અને સુરક્ષા દળોને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી અને સુરક્ષા દળોનો ગોળીબારમાં હજુ સુધીમાં કુલ 10 લોકોનાં મોત થયા છે જ્યારે 50 કરતા વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. પેરામેડિક કર્મીઓના જણાવ્યા પ્રમાણે ઓછામાં ઓછા 10 લોકોને ગોળી વાગતા તેમના મોત થયા હતા અને 50થી વધારે લોકો ઘવાયા હતા. દેખાવકારો પોલીસ સાથે અથડામણમાં ઉતરતા પોલીસે કરેલી કાર્યવાહીમાં આ જાનહાનિ થઇ હતી. પોલીસે ફાયરિંગની સાથે તોફાનીઓને કાબૂમાં લેવા માટે વોટર કેનન અને ટિયર ગેસનો ઉપયોગ કર્યો હતો.
ગત સપ્તાહે થયેલા સરકાર વિરોધી પ્રદર્શનોમાં બે લોકોનાં મોત થયા હતા. નાગરિકો પર નવા કરવેરા લાદવાનો પ્રસ્તાવ કરનારા બિલ પર સાંસદો દ્વારા મતદાન કરાવાનું છે ત્યારે પ્રદર્શનોનો ત્રીજો તબક્કો શરૂ થયું હતું. નવો ટેક્સ લદાયા બાદ સેનિટરી ટોવેલ્સ અને ડાયપર્સની કિંમતમાં પણ વધારો થશે. બ્રેડ પર કર લાદવાના પ્રસ્તાવને જનતાના વિરોધને કારણે રદ કરાયો હતો.
It may help relieve acne, oculax lower soreness, as well as stabilize the skin’s pH degrees.


