- લોન વસૂલીના નાણાં બેંકમાં જમા ના કરાવ્યા
- 2,04,72,927 રૂપિયા બેંકમાં જમા ના કરાવ્યા
- ખોટા સિક્કા, ખોટા દસ્તાવેજો બનાવી કરી ઉચાપત
ખંભાતના મીતલી સેવા સહકારી મંડળીએ KDCC બેંક સાથે કરી 2 કરોડ ઉપરાંતની ઉચાપત,તો આ બાબતે નડિયાદ KDCCના મેનેજરે નોંધાવી છે પોલીલ ફરિયાદ,સહકારી મંડળીના સેક્રેટરી રમેશ વાળંદ,ચેરમેન ભીખા પટેલ,વાઈસ ચેરમેન અનિરુદ્ધ સિંહ સહિત 7 સામે ફરિયાદ નોંધાઈ છે.સભાસદોના લોન વસૂલીના નાણાં મીતલી સેવા સહકારી મંડળીએ KDCC બેંકમાં જમા ન કરાવ્યા હોવાનો પર્દાફાશ થયો છે.
મોટી છેતરપિંડી આચરી
KDCC બેંકના ખોટા સિક્કા બનાવી ખોટી સહીઓ કરી બારોબાર ખોટા દસ્તાવેજો બનાવી 2 કરોડ ઉપરાંતની ઉચાપત કરી છે,મુખ્ય શાખા નડિયાદ KDCCના મેનેજરએ નોંધાવી છે ફરિયાદ.ખંભાત ગ્રામ્ય પોલીસે સેક્રેટરી રમેશભાઈ વાળંદ ,ચેરમેન ભીખાભાઈ પટેલ, વાઇસ ચેરમેન અનિરુદ્ધસિંહ ગોહિલ સહિત કમિટીના 7 સભ્યો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે,આરોપીઓએ સભાસદો પાસેથી લોનના 2,4,72,927 વસૂલી લઈ kdcc બેંકમાં જમા નથી કરાવ્યા સાથે સાથે બોગસ નોડ્યુ પ્રમાણપત્ર ઇશ્યૂ કરી બેંકના ખોટા સિક્કા બનાવી સહીઓ કરી બોગસ દસ્તાવેજો બનાવી છેતરપિંડી આચરી છે.
સહકારી મંડળીઓ પર તવાઈ
રાજકોટમાં હવે સહકારી મંડળીઓ પર તવાઇ શરૂ કરવામાં આવી છે. હાલમાં જ રાજકોટની 25 સહિત જિલ્લાની 36 સહકારી મંડળી બંધ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. સરકારી તંત્રએ હવે જિલ્લામાં માત્ર કાગળ પર ચાલતી અને હિસાબ રજૂ નહીં કરનારી તમામ મંડળીઓ સામે લાલ આંખ કરી છે. આ નૉટિસનો 30 દિવસમાં જવાબ નહી આપનારી મંડળીઓના રજિસ્ટ્રેશન બંધ કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. ખાસ વાત છે કે, આ તમામ મંડળીઓએ છેલ્લા પાંચથી નવ વર્ષ સુધીનો હિસાબ રજૂ કર્યો નથી, જેના કારણે જિલ્લા રજિસ્ટર વિશાલ કપૂરીયાએ આ તમામને નૉટિસો ફટકારી છે. રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં સહકારી મંડળીઓનું ફલક ખૂબ જ વિશાળ છે
કોઈપણ ક્ષેત્રમાં ગ્રામલોકો ભેગા થઈ નહીં નફો નહિ નુકશાનના ધોરણે ૧૧ વ્યક્તિઓ મંડળીની રચના કરી શકે. હાલમાં ગુજરાતમાં આવી ૮૫,૦૦૦ જેટલી સહકારી મંડળીઓ નોંધાયેલી છે. સહકારી મંડળીઓના વ્યાપક ફલક પર રાજ્યની સુગર ફેક્ટરીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, શરાફી સહકારી મંડળી, હાઉસિંગ સોસાયટી, હાઉસિંગ સર્વિસ સોસાયટી વગેરે હોય છે. દૂધ અને સેવા મંડળીઓ જેવા મોટા ભાગના સહકારી ક્ષેત્રે ત્રિસ્તરીય માળખું હોય છે. જેમકે દૂધના સહકારી માળખા પર એક નજર કરીએ તો ગ્રામસ્તરે દૂધમંડળીઓ આવેલ છે. જે દૂધનું ઉત્પાદન કરે છે. તેની ઉપરના સ્તરે જીલ્લા દૂધસંઘો કે ડેરી હોય છે. દૂધના સહકારી પ્રશાસનમાં જીસીએમએમએફ (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) રાજ્ય સ્તરે કાર્ય કરે છે. જે અમુલ બ્રાન્ડ હેઠળ દૂધનું દેશ-વિદેશમાં વિતરણ કરે છે.


