ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા આયોજિત ખેલ મહાકુંભ-2025 અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનકક્ષાની કબડ્ડી સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધાનું સંચાલન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા કરવામાં આવી રહ્યું છે.સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર ઝોનકક્ષાની કબડ્ડી સ્પર્ધા
આ સ્પર્ધા અંડર-14, અંડર-17 અને ઓપન એઈજ ગ્રુપમાં યોજાઈ રહી છે. આજ રોજ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ઓપન વયજૂથની કુલ 15 જેટલી બહેનોની ટીમોએ કબડ્ડીમાં પોતાનું કૌવત દાખવ્યું હતું. સ્પર્ધાનો શુભારંભ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જીગ્નેશભાઈ ચાવડા, ડો. કાર્તિક ભડાણીયા, ચીફ રેફરી અલ્પેશ પવાર અને નોડલ રીટાબેન ચૌધરી સહિતના મહાનુભાવો અને કોચ હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર ઝોનકક્ષાની આ કબડ્ડી સ્પર્ધા જુદા જુદા એઈજ ગ્રુપમાં તા. ૮ ડિસેમ્બર સુધી ચાલશે.
આ પણ વાંચો: ડીસા-ધાનેરા રોડ પર ગમખ્વાર અકસ્માત, બાઈક સવાર બે યુવકોના મોત


