- કિમ જોંગ ઉનનો રડતો વીડિયો થયો વાયરલ
- ઉત્તર કોરિયાની મહિલાઓને તાાનાશાહે કરી અપીલ
- ઘટી રહેલા જન્મ દરને વધારવાના મહત્વ પર ભાર મૂક્યો
ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને ઉત્તર કોરિયાની મહિલાઓને વધુમાં વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. જ્યારે તેણે આ અંગે અપીલ કરી ત્યારે તેની આંખોમાંથી આંસુ આવી ગયા. કિમ જોંગની આંખોમાં આંસુ આવી ગયા અને ત્યાં હાજર તમામ મહિલાઓ રડવા લાગી. કોરિયાના સરમુખત્યારનો ભાવુક થઈ જતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પોતાની ભાવનાત્મક અપીલમાં કિમ જોંગ ઉને તેમના દેશની મહિલાઓને વધુ બાળકો પેદા કરવા અને તેમને સામ્યવાદીઓની જેમ ઉછેરવા કહ્યું. આ ભાષણ દરમિયાન તેમની આંખોમાં આંસુ આવી ગયા. ઉત્તર કોરિયાના પ્યોંગયાંગમાં માતાઓની પાંચમી રાષ્ટ્રીય પરિષદને સંબોધતા કિમે ઉત્તર કોરિયાના ઘટી રહેલા જન્મ દરને વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
પ્રજનન દર વધારવા પર ભાર મૂકવામાં આવ્યો
વીડિયોમાં કિમ રૂમાલ વડે આંસુ લૂછતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે જન્મદરમાં ઘટાડો અટકાવવો અને બાળકોને સારી સંભાળ અને શિક્ષણ આપવું એ તમામ પારિવારિક બાબતો છે, જેને આપણે માતાઓ સાથે મળીને હલ કરવી જોઈએ. કિમ જોંગ ઉનનું ભાષણ પ્રજનન દર વધારવા, બાળકોના ઉછેર અને દેશની તાકાત વધારવામાં મહિલાઓની ભૂમિકા પર કેન્દ્રિત હતું.
ઉત્તર કોરિયામાં પ્રજનન દર 1.8
કિમ જોંગ ઉને દેશના ભવિષ્યને ઘડવામાં માતાઓની મહત્વની જવાબદારી પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે તમામ માતાઓએ સમાજ અને તેમના પરિવાર પ્રત્યેની તેમની જવાબદારીઓ અને ફરજો નિભાવવી જોઈએ.
તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયામાં પ્રજનન દર 1.8 નોંધવામાં આવ્યો છે. ઉત્તર કોરિયા એવો પહેલો દેશ નથી જ્યાં પ્રજનન દર ઓછો છે. ઉત્તર કોરિયાના પાડોશી દક્ષિણ કોરિયામાં જન્મ દર ઓછો નોંધાયો છે. અહીં પ્રજનન દર 0.78 છે. જ્યારે જાપાનમાં તે 1.26 છે.


