કિચન એક્સપ્રેસે એક તદ્દન અનોખી પહેલ કરી છે. તાજેતરમાં તેમણે ભારતનું સૌ પ્રથમ પોષણયુક્ત પાવડર પ્લસ+ લાલ મરચું લોન્ચ કર્યું હતું. જેમાં વિટામીન B-12, D3, અને E ના ગુણો છે. આ પ્રોડક્ટ, તમારી વાનગીઓને મસાલેદાર બનાવવાની સાથોસાથ , તમારા રોજિંદા ભોજનમાં જરૂરી પોષણ પણ ઉમેરે છે.
કિચન એક્સપ્રેસનો પાયો 1990ના દશકામાં અરવિંદ પટેલ એ નાખ્યો હતો. તેમને 50 વર્ષથી વધારે વર્ષોનો અનુભવ હતો. તેમણે મસાલા ઉધોગમાં ગુજરાતમાં વિવિધ પ્રોડક્ટ બનાવવાની શરૂઆત કરી જે unorganised હતો. તેમને સંગઠિત કરવામાં તેમનો સિંહ ફાળો છે. કિચન એક્સપ્રેસની આગેકુચમાં તેમના પુત્રો રાકેશ પટેલ અને ચિરાગ પટેલ ડાયરેકટર તરીકે જોડાઈને બ્રાન્ડનું વિસ્તરણ કર્યું હતું. અને હવે ત્રીજી પેઢીના યુવરાજ પટેલ જોડાઈ ગયા છે. અને આ નવી પ્રોડક્ટ ઇનોવેસન રેડ ચીલી પાવડર પ્લસ +બજારમાં લોન્ચ કરી છે.
યુવા ડાયરેક્ટર યુવરાજ પટેલ નવી પ્રોડક્ટ લોન્ચથી ખૂબ જ ઉત્સાહિત છે. તેઓ કહે છે, “કિચન એક્સપ્રેસ રેડ ચીલી પાવડર પ્લસ+ રજુ કરતા અમને ખુબ જ આનંદ થાય છે. ભોજનના સ્વાદમાં રંગત લાવવાની સાથે ભારત દેશમાં જ્યાં વિટામીન અને ખાસ કરીને B-12, D-3 અને E ની ઉણપ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આ અમારું આ ઈનોવેટીવ પગલું ગ્રાહકની સુખાકારીમાં યોગદાન રૂપ બનશે. લાલ મરચું દૈનિક વપરાશની પ્રોડક્ટ છે અને તેના દ્વારા અમારું લક્ષ્ય એ જ છે કે અમે ભોજનમાં પોષણ લાવી શકીયે.”


