- જસદણ બાબરા હાઈ-વે પર દોરી બની ઘાતક
- બાઇક પર જઈ રહેલા યુવકનો દોરીથી કાન કપાયો
- અચાનક પતંગની દોરી વચ્ચે આવતા કાન, ગળામાં ઈજા
પતંગ દોરી બની ઘાતક
મકરસંક્રાંતિ નજીક આવી રહી છે. ત્યારે ઉત્તરાયણની રાહ જોતાં પતંગ રસિકોએ ઉતરાયણ પહેલાં જ પતંગ ચગાવવાના શરૂ કરી દીધા. રાજકોટમાં જસદણ-બાબરા હાઈ-વે પર પતંગની દોરી બની ઘાતક.
મળતી માહિતી મુજબ,
રાજકોટમાં આવેલા જસદણ-બાબારા હાઈ-વે ઉપર એક બાઈક સવારને પતંગની દોરી વાગવાની ઘટના બની. જેમાં એક બાઈક સવાર જસદણ-બાબરા હાઈ-વે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પતંગની દોરી મોઢા પર આવી જતાં બાઈક સવારના ગળામાં ઈજા થઈ હતી અને બાઈક સવારનો કાન કપાઈ ગયો.
ગંભીર ઈજાઓ થઈ
બાઈક પર સવાર યુવક બાઇક લઈને જસદણ-બાબરા હાઇ-વે ઉપર જતા સમયે બાબરા ગામ પાસે યુવકને ગળામાં દોરી આવી જતા. યુવક ઘવાયો હતો અને દોરી વાગતાં બાઇક ચાલક યુવક ભાવેશ ઠુમ્મરને ગંભીર ઈજાઓ થવા પામી હતી.
પતંગની દોરી વાગવાથી ઘાયલ યુવક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. યુવકને ગંભીર ઈજાઓ થતાં કે. ડી. પરવાડિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પતંગ દોરી વાગવાની ઘટના
ગત વર્ષે ઉત્તરાયણના દિવસે રિન્કુ યાદવ નામનો યુવક બાઇક લઇને હાઇ-વે નજીકથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પતંગ દોરીથી તેનું ગળુ કપાતા લોહીના ફૂવારા ઉડયા હતા અને ઘટના સ્થળ પર જ તેનુ મોત થયું હતું. રિન્કુ યાદવ સ્ક્રેપનો વેપારી હતો અને તેના ગોડાઉનથી તેના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી
આ ઉપરાંત,
ઉતરાયણ દરમિયાન કુલ ૨૨ લોકોના પતંગ દોરીથી ગળા કપાયા હતા. જે પૈકી ૧૭ લોકો હોસ્પિટલમાં જ્યારે ૫ લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૫ દિવસ દરમિયાન પતંગ દોરીથી ગળુ કપાઇ જવાની ઘટનામાં કુલ ૩ મોત નોંધાયા હતા. જ્યારે ૩ કિશોર સહિત ૮ લોકો પતંગ લૂટવાના ગાંડપણમાં ધાબા પરથી પટકાતા ગંભીર ઇજાઓ થઇ હતી,જેમાંથી ૫ લોકો એસએસજીમાં અને ૩ લોકો ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.


