આજથી IPL 2025 શરૂ થઈ ગઈ છે. આ વખતે લીગની પહેલી મેચ KKR અને RCB વચ્ચે રમાઈ રહી છે. આ મેચ શરૂ થાય તે પહેલાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આ દરમિયાન દિશા પટની અને કરણ ઔજલાએ શ્રેયા ઘોષાલ સાથે પરફોર્મ કર્યું. આ દરમિયાન રિંકુ સિંહ તેના એક કૃત્યને કારણે ચર્ચામાં આવ્યો છે.
વિરાટ કોહલીને કર્યો ઈગ્નોર
IPLની ઓપનિંગ સેરેમની દરમિયાન, શાહરૂખ ખાને RCB ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને સ્ટેજ પર બોલાવ્યો. આ દરમિયાન વિરાટ અને શાહરૂખે IPLમાં ઉભરતા યુવા ખેલાડીઓ વિશે ચર્ચા કરી. આ પછી શાહરૂખ ખાને KKR બેટ્સમેન રિંકુ સિંહને પણ સ્ટેજ પર બોલાવ્યો. રિંકુએ શાહરૂખ સાથે “લુટપુટ ગયા” ગીત પર ડાન્સ કર્યો, જેનાથી વાતાવરણ વધુ અદ્ભુત બન્યું.
પરંતુ જ્યારે રિંકુ સિંહ સ્ટેજ પર આવી રહ્યો હતો, ત્યારે તેને વિરાટ કોહલીને અવગણ્યો અને હાથ મિલાવ્યા વિના આગળ વધ્યો. આ દ્રશ્ય કેમેરામાં કેદ થયું અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું. પરંતુ આ જાણી જોઈને થયું કે માત્ર એક સંયોગ હતો તે અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી.
બોલીવુડ સ્ટાર્સે મચાવી ધૂમ
IPL 2025 ની શરૂઆત ધમાકેદાર રીતે થઈ છે. પહેલી મેચમાં RCB અને KKR ટીમો આમને-સામને છે, પરંતુ તે પહેલાં એક ભવ્ય ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાન, કરણ ઔજલા, શ્રેયા ઘોષાલ અને દિશા પટની જેવા સ્ટાર્સે તેમના અદ્ભુત અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. ખાસ કરીને દિશા પટનીએ ધૂમ મચાવી.
દિશા પટનીએ પોતાના અદ્ભુત નૃત્ય પ્રદર્શનથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. સ્ટેજ પર પગ મૂકતાની સાથે જ તેને ઘણા ગીતો પર જોરદાર ડાન્સ કર્યો, જેમાં બાગી 3 નું એક ગીત પણ સામેલ હતું. તેમની એનર્જી અને અદ્ભુત સ્ટાઈલથી આખા સ્ટેડિયમમાં ધૂમ મચાવી.


