ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત માટે શાનદાર પ્રદર્શન કરનાર કેએલ રાહુલ પિતા બનવા જઈ રહ્યો છે. 12 માર્ચે કેએલ રાહુલની પત્ની અથિયા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેને સોશિયલ મીડિયા પર કેએલ રાહુલ સાથેની તસવીરો પણ શેર કરી છે.
અથિયા શેટ્ટીએ બેબી બમ્પ સાથેની શેર કરી તસવીરો
અથિયા શેટ્ટીએ બેબી બમ્પ સાથેની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે તેના પતિ કેએલ રાહુલ સાથે પણ જોવા મળી રહી છે. પોસ્ટની પહેલી તસવીરમાં, કેએલ રાહુલ આથિયાના પગ પર માથું રાખીને સૂતો જોવા મળે છે. તેણે પોતાની પોસ્ટમાં એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં કેએલ રાહુલ આથિયાના બમ્પ પર હાથ રાખે છે અને તે હસવા લાગે છે.
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સુનીલ શેટ્ટીએ પણ અથિયાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. ફેન્સ સતત બંનેને અભિનંદન આપી રહ્યા છે.
ભારત માટે શાનદાર પ્રદર્શન
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત માટે કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું. તેને છઠ્ઠા નંબર પર બેટિંગ કરતી વખતે ટીમમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રાહુલે પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે અણનમ 41 રન બનાવ્યા હતા. આ પછી તેને ન્યુઝીલેન્ડ સામે 23 રનની ઈનિંગ રમી. રાહુલે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 42 રન અને ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલમાં અણનમ ૩૪ રન બનાવ્યા . રાહુલ 5 મેચની 4 ઈનિંગ્સમાં 3 વખત અણનમ પેવેલિયન પાછો ફર્યો.
કેએલ રાહુલનું શાનદાર કારકિર્દી
ભારત માટે 58 ટેસ્ટ મેચોમાં તેને 33.57 ની એવરેજથી 3257 રન બનાવ્યા છે. આ સિવાય રાહુલે અત્યાર સુધીમાં 85 ODI મેચોમાં 49.08 ની એવરેજથી 3043 રન બનાવ્યા છે. 72 T20 મેચોમાં, તેના બેટે 37.75ની એવરેજ સાથે 2265 રન બનાવ્યા છે.


