- કેએલ રાહુલને સ્પેશ્યલિસ્ટ બેટ્સમેનનો રોલ મળ્યો
- કેએસ ભરતને સોંપાઈ વિકેટ કીપિંગની જવાબદારી
- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝ 25 જાન્યુ-11 માર્ચ સુધી
ઈંગ્લેન્ડની સામે આ મહિનાના અંતમાં શરૂ થનારી પાંચ મેચની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સીરીઝ પહેલા એક મોટી જાણકારી સામે આવી છે. રિપોર્ટના આધારે કેએલ રાહુલ ઈંગ્લેન્ડની સામે 5 મેચની ટેસ્ટ સીરીઝમાં વિકેટ કીપિંગ નહીં કરે. કેએલ રાહુલને એક સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેનના રૂપમાં ઈંગ્લેન્ડની સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં રમાડવામાં આવશે. સૌથી પહેલા સવાલ એ છે કે તો ભારતની મુશ્કેલ અને ટર્નિંગ પિચ પર વિકેટ કીપિંગ કોણ કરશે.
ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝમાં બેટ્સમેનના રૂપમાં રમશે રાહુલ
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝની શરૂઆત હૈદરાબાદમાં 25 જાન્યુઆરીથી થશે. આ બંને દેશની વચ્ચે આ ટેસ્ટ સીરીઝ 25 જાન્યુઆરીથી 11 માર્ચ સુધી રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025ના ફાઈનલમાં જગ્યા બનાવવાના હેતુથી ઈંગ્લેન્ડની સામે 5 મેચની ટેસ્ટ સીરીઝ ભારતીય ટીમ માટે ખાસ રહેશે. ભારતીય ટીમ પોતાના ઘરમાં એક વાર ફરી ટર્નિંગ ટ્રેક પર ઈંગ્લેન્ડની સામે ટેસ્ટ મેચ રમશે અને એવામાં વિકેટ કીપિંગનો રોલ ખાસ રહેશે.
આ પ્લેયરને મળશે વિકેટ કીપિંગની જવાબદારી
એક રિપોર્ટ અનુસાર કેએસ ભરત ઈંગ્લેન્ડની સામેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં વિકેટ કીપિંગ કરશે. કેએલ રાહુલ એક સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેનના રૂપમાં ઈંગ્લેન્ડની સામે 5 મેચની ટેસ્ટ સીરીઝ રમશે. અજીત અગરકરની અધ્યક્ષતાવાળા ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગીની સમિતિએ ઈંગ્લેન્ડ સામે પહેલી 2 ટેસ્ટ મેચ માટે કેએલ રાહુલ સિવાય અન્ય 2 વિકેટકીપર કેએસ ભરત અને ધ્રુવ જુરેલને પસંદ કર્યા છે.
ટર્નિંગ પિચ પર રમશે ટીમ
મળતી માહિતિ અનુસાર ભારતીય ટીમ ફરી એકવાર ટર્નિંગ ટ્રેક પર રમશે અને ટીમ મેનેજમેન્ટને લાગશે કે સ્પેશ્યાલિસ્ટ સ્પિનરને ઘરેલૂ મેદાન પર જવાબદારી સંભાળવી જોઈએ. ટીમમાં અનેક વર્લ્ડ ક્લાસ સ્પિન બોલર્સ છે અને ટીમ ઈન્ડિયા કોઈ જોખમ નહીં લે. ખાસ કરીને જ્યારે ટર્નિંગ પિચ રજૂ કરવાની હશે. ભારતીય ટીમ મેનેજમેન્ટે ઈંગ્લેન્ડની સામે બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયામાં આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને પસંદ કર્યા છે. તે એક્શનમાં જોવા મળશે.
5 ટેસ્ટ મેચમાં રોટેટ થશે ફાસ્ટ બોલર્સ
ભારતીય ટીમ મેનેજમેન્ટે 5 મેચની ટેસ્ટ સીરીઝના સમયે પોતાના ફાસ્ટ બોલર્સને રોટેટ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે પહેલાથી નિર્ણય કરી લીધો છે કે કોઈ પણ ફાસ્ટ બોલર્સ તમામ 5 ટેસ્ટ મેચ નહીં રમે અને આ સિવાય તેઓને વર્કલોડ મેનેજમેન્ટના અનુસાર આરામ પણ અપાશે. પહેલા 2 ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, મુકેશ કુમાર અને અવેશ ખાન જોવા મળશે. મોહમ્મદ શમી આગળ ટેસ્ટ મેચ રમશે કે નહીં તેને લઈને કોઈ સ્પષ્ટતા કરી નથી કેમકે આ ફાસ્ટ બોલર્સે હજુ સુધી બોલિંગ ફરીથી શરૂ કરી નથી.


