- વિટામિન અને મિનરલ્સથી ભરપૂર ડાયટ લો તે જરૂરી
- વધારે તળેલો ખોરાક ટાળો, તેનાથી પાચન સંબંધી તકલીફો વધશે
- યોગ્ય સમયે હેલ્ધી ભોજન લેવાથી પણ સ્ટેમિના જળવાઈ રહેશે
ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી વ્રત રાખવાની માન્યતા છે. આજથી આ પવિત્ર તહેવાર શરૂ થયો છે અને તે 17 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે નવરાત્રિના પાવન અવસરે માતા દુર્ગાની પૂજા-અર્ચના કરવા માટે ભક્તો વ્રત રાખે છે. જો તમે નવરાત્રિના વ્રત કરો છો તો તે તમારે હેલ્થને લઈને પણ સજાગ રહેવું પડશે. નહીં તો તમે ગરમીની સીઝનમાં બીમાર પડી શકો છો. જો તમે વ્રત સમયે ઈમ્યુનિટી જાળવી રાખવા માંગો છો તો તમે ખાસ પ્રકારનો ખોરાક લો અને તમને થાક અનુભવાશે નહીં અને એનર્જી પણ ઘટશે નહીં. તો જાણો શું ખાવા-પીવાથી મળશે ફાયદો.
યોગ્ય ડાયટની કરો પસંદગી
વ્રતના સમયે સૌથી વધારે આહારની ચિંતા જોવા મળે છે, જો તમે હેલ્ધી અને પૌષ્ટિક ભોજનની પસંદગી કરો છો તો તમને ફાયદો થઈ શકે છે. જેમકે વ્રતમાં તમે સાબુદાણા, શિંગોડાનો લોટ, કુટ્ટુનો લોટ, ફળ, શાક અને દૂધની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો.
હાઈડ્રેશન
જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે જરૂરી છે. પાણી પીવાનું ઓછું પસંદ હોય તો તમે લિક્વિડ વધારે પ્રમાણમાં લો. તમે લીંબુ પાણી, નારિયેળ પાણી, લસ્સી અને છાશ, ફ્લેવર્ડ મિલ્ક વગેરે વસ્તુઓનું સેવન પણ કરી શકો છો.
વિટામિન અને મિનરલ્સનું સેવન
વ્રતમાં જો તમે વધારે ફૂડ આઈટમ્સ ન બનાવી શકતા હોવ તો તમે મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર રિચ ડાયટનું સેવન કરો તે જરૂરી છે. તેનાથી તમારી એનર્જી લેવલમાં ખામી આવશે નહીં.
વધારે તેલનો ન કરો ઉપયોગ
વ્રતના સમયે જો તમે તળેલી વસ્તુઓનું સેવન શક્ય તેટલું ઓછું કરો છો તો તમને પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળશે. તો તમે જ્યારે પણ કોઈ ફરાળી વાનગીની પસંદગી કરો છો તો તમારે તેમાં વપરાતા તેલના ઉપયોગનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
રેગ્યુલર કસરત કરો
વ્રતના સમયે નિયમિત કસરત કરતા રહેવું પણ જરૂરી છે. તેનાથી તમારી હેલ્થને સ્વસ્થ રહેવામાં મદદ મળશે. તમે જે એક્સરસાઈઝ રોજ કરો છો તે કરતા રહેવું જરૂરી છે.
યોગ્ય સમયે ભોજન કરો
વ્રતના સમયે તમે યોગ્ય સમયે ભોજન કરી લો તે જરૂરી છે. મોડી રાતે ભોજન કરવું કે વધારે ખાવાનું ખાવું હેલ્થને માટે સારું માનવામાં આવતું નથી. તો વ્રતના સમયે ભોજનના સમયનું અને તેની સાત્વિકતાનું ખાસ ધ્યાન રાખો.
મેન્ટલ હેલ્થ
હેલ્થનું ધ્યાન રાખવા માટે તમારે મેન્ટલ હેલ્થને પણ સારી રાખવી જરૂરી છે. મેન્ટલ સ્ટ્રેસને ઓછો કરવા માટે ધ્યાન, પ્રાણાયામ અને મેડિટેશનનો પણ ઉપયોગ કરતા રહો. તેનાથી તમે સ્ટ્રેસ ફ્રી રહી શકશો.
વ્રતના સમયે તમે હેલ્થની કાળજી રાખો તે મહત્ત્વનું છે. તેના માટે પૌષ્ટિક અને બેલેન્સ ડાયટનું સેવન કરો. આ સાથે રેગ્યુલર એક્સરસાઈઝને પણ મહત્ત્વ આપો તે જરૂરી છે. ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંને સારી રહેશે તો તમે સરળતાથી તમારું વ્રત પૂરું કરી શકશો અને સાથે જ તમારી હેલ્થને પણ નુકસાન થશે નહીં.