- જિંદાલ ગ્રૂપના ચેરમેન સાવિત્રી જિંદાલ સૌથી અમીર મહિલા
- રોહિકા સાયરસ મિસ્ત્રી બીજ નંબરે તો રેખા ઝુનઝુનવાલા ત્રીજી સૌથી ધનિક મહિલા
- ચોથા નંબરે લીના તિવારી અને પાંચમા નંબરે અનિલ ગુપ્તાની માતા વિનોદ ગુપ્તા
વર્ષ 2023માં અનેક મહિલાઓએ બિઝનેસમાં અનેક નવા કિર્તિમાન બનાવ્યા છે. તેમાંથી અનેક મહિલાઓ સામેલ છે, જેઓએ ફોર્બ્સના અરબપતિના લિસ્ટમાં પોતાનું નામ કાયમ કર્યું છે. તો જાણો ફોર્બ્સના આધારે આ વર્ષમાં કઈ ભારતીય મહિલાઓએ પોતાના નામે સૌથી અમીર મહિલા હોવાનો તાજ મેળવ્યો છે. તો જાણો આ ટોપ 5 મહિલાઓના નામ અને તેમની નેટવર્થ.
જિંદાલ ગ્રૂપના ચેરમેન સાવિત્રી જિંદાલ સૌથી અમીર
જિંદાલ ગ્રૂપના ચેરમેન સાવિત્રી જિંદાલ આ યાદીમાં ટોચ પર છે. દેશની સૌથી અમીર મહિલાની યાદીમાં પહેલું નામ સાવિત્રી જિંદાલનું છે. સાવિત્રી જિંદાલ ગ્રુપની ચેરપર્સન છે. હાલમાં સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ 29.0 બિલિયન ડોલર છે. સાયરસ મિસ્ત્રીના મૃત્યુ બાદ તેમની પત્ની રોહિકા સાયરસ મિસ્ત્રીની નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો છે. સાવિત્રી જિંદાલ ઓપી જિંદાલ ગ્રુપના ચેરમેન છે. તે દેશના સૌથી ધનિક લોકોની યાદીમાં છઠ્ઠા ક્રમે આવે છે અને મહિલાઓની યાદીમાં પ્રથમ સ્થાને છે.
રોહિકા સાયરસ મિસ્ત્રીનું નામ બીજા ક્રમે
સાયરસ મિસ્ત્રીની પત્ની રોહિકા સાયરસ મિસ્ત્રીનું નામ બીજા ક્રમે આવે છે. તેમની કુલ નેટવર્થ $8.2 બિલિયન છે. ફોર્બ્સ અનુસાર પરિવારની માલિકીની સૌથી મોટી સંપત્તિ ટાટા ગ્રૂપની પેરેન્ટ કંપની ટાટા સન્સમાં 18.4% હિસ્સો ધરાવે છે. રોહિકા ચાગલા સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીની પત્ની છે, જેઓ બાંધકામ ઉદ્યોગપતિ પલોનજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. તેણીને તાજેતરમાં કુટુંબના સામ્રાજ્યમાં તેના પતિનો હિસ્સો વારસામાં મળ્યો છે.
રેખા ઝુનઝુનવાલા ભારતની ત્રીજી સૌથી ધનિક
પીઢ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલા ભારતની ત્રીજી સૌથી ધનિક મહિલા છે. બિગ બુલ તરીકે જાણીતા સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાને કોણ નથી જાણતું. તેઓ શેરબજારમાં અનુભવી રોકાણકાર હતા. તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા દેશની ટોપ-5 ધનિક મહિલાઓમાં સામેલ છે. રેખા ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ $5.9 બિલિયન અથવા રૂ. 47,650.76 કરોડ છે. રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ટાઇટન, સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ અને મેટ્રો બ્રાન્ડનો સમાવેશ થાય છે.
લીના તિવારીનું નામ ચોથા સ્થાને
યુએસવી ઈન્ડિયા ફાર્મા કંપનીના ચેરમેન લીના તિવારીનું નામ ચોથા સ્થાને આવે છે. તેમની કુલ સંપત્તિ 4.8 અબજ ડોલર છે. ફાર્મા કંપની યુએસવી પ્રાઈવેટ લિમિટેડના ચેરપર્સન લીના તિવારીનું નામ સામે આવ્યું છે. આ કંપનીની સ્થાપના તેમના દિવંગત પિતા વિઠ્ઠલ ગાંધીએ 1961માં રેવલોન સાથે મળીને કરી હતી. 65 વર્ષીય મહિલા ઉદ્યોગસાહસિક લીના તિવારી 2022 માં ફોર્બ્સની ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં 51મું સ્થાન મેળવવામાં સફળ રહી.
પાંચમી સૌથી ધનિક મહિલા વિનોદ ગુપ્તા
ભારતની પાંચમી સૌથી ધનિક મહિલા વિનોદ ગુપ્તા છે, જે હેવેલ્સ ઈન્ડિયાના એમડી અનિલ ગુપ્તાની માતા છે. તેમની કુલ સંપત્તિ લગભગ $4.3 બિલિયન છે. યુએસવી ઈન્ડિયા ફાર્મા કંપનીના ચેરમેન લીના તિવારીનું નામ ચોથા સ્થાને આવે છે. તેમની કુલ સંપત્તિ 4.8 અબજ ડોલર છે.


