- કેનેડામાં પીએનપી કેવી રીતે કામ કરે છે?
- કેનેડા પીએનપી એપ્લાય કરવા માટે ફોલો કરો આ સ્ટેપ
- આ પ્રોગ્રામ માટે અરજી કરવા માટે કેનેડાના કેટલાક શ્રેષ્ઠ પ્રાંતો છે
કેનેડા પીએનપી એટલે કેનેડાનો પ્રાંતીય નોમિની પ્રોગ્રામ (PNP) એ કેનેડિયન ઈમિગ્રેશન પ્રોગ્રામ છે જે પ્રાંતીય-પ્રાદેશિક સરકારો અને કેનેડાની ફેડરલ સરકારના સહયોગથી ચલાવવામાં આવે છે. કેનેડિયન પીએનપી પ્રોગ્રામ પ્રાંતીય સરકારને પ્રાંત અથવા પ્રદેશ દ્વારા જરૂરી ઈમિગ્રન્ટ્સ પસંદ કરવાની મંજૂરી આપે છે. આ ઉમેદવારને કાયમી નિવાસી બનવાની તક આપે છે. કેનેડામાં દસ પ્રાંત અને ત્રણ પ્રદેશો છે અને દરેક પ્રાંત અને પ્રદેશના પોતાના કેનેડા પીએનપી વિભાગો અને તેમના માપદંડો છે.
જો તમે તેના માપદંડોને પૂર્ણ કરી શકો તો તમે સરળતાથી ત્યાંના કાયમી નિવાસી બની શકો છો. જો તમે થોડા દિવસોમાં સરળતાથી કેનેડા જવા માંગો છો, તો કેનેડા એક્સપ્રેસ એન્ટ્રી પણ એક સારો વિકલ્પ છે જેના દ્વારા તમે થોડા દિવસોમાં કેનેડાના નિવાસી બની શકો છો.
કેનેડા પીએનપી પ્રોગ્રામ શું છે?
કેનેડા પીએનપી પ્રોગ્રામ કેનેડિયન ફેડરલ સ્કીલ્ડ વર્કર વિઝા માટે સારો વિકલ્પ છે. કેનેડાના પીઆર વિઝા માટે લાયક બનવા માટેના લઘુત્તમ માપદંડોને પૂર્ણ ન કરી શકતા ઉમેદવારો પણ કેનેડા પીએનપી પ્રોગ્રામના લાભોનો આનંદ માણે છે. જે ઉમેદવારો એક્સપ્રેસ એન્ટ્રી પૂલમાં અરજી કરવા માટે આમંત્રણ પ્રાપ્ત કરવા માટે પૂરતા પ્રમાણમાં ઉચ્ચ સીઆરએસ સ્કોર નથી મેળવતા તેઓ અંતિમ તબક્કામાં આગળ વધી શકે છે. કેનેડિયન પીએનપી પ્રોગ્રામ પ્રાંતીય સરકારને પ્રાંત અથવા પ્રદેશ માટે જરૂરી ઈમિગ્રન્ટ્સ પસંદ કરવાની મંજૂરી આપે છે. તે ઉમેદવારને કાયમી નિવાસી બનવાની તક પણ પૂરી પાડે છે.
કેનેડા પીએનપી માટે જરૂરી ડોક્યુમેન્ટ
- પ્રાથમિક અરજદારનું સામાન્ય અરજી ફોર્મ.
- પતિ/પત્ની અને અન્ય આશ્રિતો દ્વારા પ્રમાણિત કરાયેલા ફોર્મ.
- પાસપોર્ટ સાઈઝ કલરિંગ ફોટો
- માન્ય પાસપોર્ટ
- ઓળખ પુરાવો
- એજ્યુકેશન ક્રેડેંશિયલ રિપોર્ટ
- ભાષા કૌશલ્ય પરિણામો
- ભંડોળનો પુરાવો
- તબીબી પ્રમાણપત્ર
- પોલીસ ક્લિયરન્સ પ્રમાણપત્ર
- ડોક્યુમેન્ટ કે જે જીવનસાથી અને અન્ય આશ્રિતોને સમર્થન આપે છે
કેનેડા પીએનપી એપ્લાય કરવા માટે ફોલો કરો આ સ્ટેપ
- www.canada.ca/en/immigration-refugees-citizenship/services/immigrate-canada વેબસાઈટ પર ઉમેદવારો એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઈલ બનાવો.
- જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી, તેઓ એક્સપ્રેસ એન્ટ્રી પૂલ પર પહોંચે છે.
- ત્યારબાદ વિવિધ પ્રદેશો અને પ્રાંતો યોગ્ય ઉમેદવારોની શોધ કરે છે.
- અલગ અલગ પીએનપી દ્વારા પસંદ કરાયેલા અરજદારોને એનઓઆઈ મળે છે.
- ઉમેદવારો એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમમાં ઈઓઆઈ સબમિટ કરી શકે છે.
નોન-એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ (પેપર-આધારિત એપ્લિકેશન)
- ઉમેદવાર યોગ્ય પીએનપી ચેક કરે છે અને નામાંકન માટે અરજી કરે છે.
- જો પ્રદેશ અથવા પ્રાંત નોંધણી માટે સંમત થાય, તો અરજદારો એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઈલ બનાવી શકે છે.
- ત્યાં તેઓ બતાવી શકે છે કે તેમની પાસે પ્રાંતીય નોમિનેશન છે.
- નોન-એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ (કાગળ આધારિત એપ્લિકેશન) જમા કરો.
- યોગ્યતાના માપદંડના આધારે યોગ્ય પ્રાંત પસંદ કરો.
- નોન-એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ હેઠળ ઈઓઆઈ સબમિટ કરો.
- ચોક્કસ પ્રાંત અથવા પ્રદેશની પોઈન્ટ સિસ્ટમના આધારે અરજીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.
- સિલેક્શન કર્યા પછી, અરજદારોને નોમિનેશન લેટર મળે છે.
- ત્યારબાદ ઉમેદવારોએ આઈઆરસીસી (ઈમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટિઝનશિપ કેનેડા)ને કાયમી નિવાસ વિઝા માટે પેપર એપ્લિકેશન સબમિટ કરવી આવશ્યક છે.
પ્રાંતીય નોમિની પ્રોગ્રામ ડિટેલ્સ
કેનેડા પ્રાંતીય નોમિની પ્રોગ્રામ ટેલેન્ટની અછતનો સામનો કરી રહેલા કેનેડિયન પ્રાંતોમાં કુશળ આંતરરાષ્ટ્રીય ટેલેન્ટને આકર્ષવા માટે રચાયેલ છે. હજારો સફળ અરજદારો કેનેડામાં સ્થળાંતર કરીને પીએનપી પ્રોગ્રામ દ્વારા કાયમી ધોરણે સ્થાયી થયા છે.
આ પ્રોગ્રામ માટે અરજી કરવા માટે નીચે કેનેડાના કેટલાક શ્રેષ્ઠ પ્રાંતો
આલ્બર્ટા પીએનપી
બ્રિટિશ કોલંબિયા પીએનપી
મેનિટોબા પીએનપી
ઓન્ટારિયો પીએનપી
પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ પીએનપી
સાસ્કાચેવાન પીએનપી
નોવા સ્કોટીયા પીએનપી


