- શરીરમાં પ્લેટલેટ્સ વધારવામાં કરે છે મદદ
- સ્કીનને સુંદર બનાવવામાં પણ કારગર રહેશે કિવીનું સેવન
- પાચનને સારું રાખીને મેટાબોલિઝમને બૂસ્ટ કરશે કિવી
શરીરને સ્વસ્થ રાખવા માટે અને બીમારીથી દૂર રહેવા માટે ખાસ કરીને દિવસના 2 કિવી ડાયટમાં સામેલ કરવાનું કહેવામાં આવે છે. કિવી પોષણથી ભરપૂર હોય છે. કહેવાય છે કે ઓછી કેલેરી વાળું આ ફળ અનેક પ્રકારના વિટામિન્સનો ખજાનો છે. તેમાં હેલ્થને સંબંધિત અનેક ફાયદા છે. તેના સેવનથી ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ થાય છે અને સાથે સ્કીનને પણ ભરપૂર પોષણ મળે છે. રોજ 2 કિવી ખાવાથી તમને અનેક ફાયદા મળશે. તો જાણો અને રોજ કરો સેવન.
કયા ફાયદા મળશે
- કિવી પૌષ્ટિક ફ્રૂટ છે. તેમાં વિટામિન એ,બી, સી, કે અને બી6 મળે છે. એટલું નહીં તેમાંથી મળતા ફાઈબર, ઝિંક, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ પણ બેસ્ટ રહે છે જે શરીરને મજબૂત કરવામાં જરૂરી છે.
- કિવીમાં મળતા એન્ટી ઓક્સીડન્ટ્સ શરીરમાં ફ્રી રેડિકલ્સને વધતા રોકે છે અને સાથે અનેક બીમારીને પણ હટાવે છે.
- બદલાતી સીઝનમાં જ્યારે બીમારીના કારણે શરીરમાં પ્લેટલેટ્સ ઘટે છે તો કિવીનું સેવન લાભદાયી માનવામાં આવે છે. રોજ તેના સેવનથી શરીરમાં પ્લેટલેટ્સ વધે છે.
- જેમને ઊંઘ નથી આવતી તેમના માટે પણ કિવીનું સેવન અસરકારક રહેશે. તેમાં મળતું સેરોટોનિન સારી ઊંઘ આપે છે અને સાથે તેના સેવનથી મન પણ શાંત રહે છે.
- જો તમે બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવો છો તો નિયમિત રીતે કિવીનુ સેવન કરવું. તેમાં સારું પોટેશિયમ રહે છે અને સાથે બીપી કંટ્રોલમાં રહે છે અને ઉચ્ચ રક્તચાપના કારણે થતી બીમારીઓ જેમકે સ્ટ્રોક અનને હાર્ટ એટેકને દૂર કરવામાં મદદ મળે છે. કિવીમાં મળનારા પોટેશિયમની મદદથી શરીરમાં કિડની, હાર્ટ, નસો અને માંસપેશીઓને યોગ્ય રીતે કામ કરવાની તાકાત મળે છે.
- સ્કીનને સ્વસ્થ અને સુંદર બનાવવામાં કિવી લાભદાયી રહે છે. તેના સેવનથી સ્કીન પરના ખીલ અને એક્નેની સમસ્યાથી રાહત મળે છે. એટલું નહીં તેના સેવનથી સ્કીનને પોષણ અને ચમક મળે છે. કિવીમાં અનેક વિટામિન્સ મળે છે. જે સ્કીનને પોષણ આપે છે. આ સિવાય તેમાં મળતું યૌગિક એક્ટિનિડિન શરીરમાં પ્રોટીનને તોડીને સ્વસ્થ કરે છે. તેમાં અનેકગણું ફાઈબર હોય છે. તેના સેવનથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને પાચન સારું રહે છે.