- વધતા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં કરશે મદદ
- થાક અને નબળાઈથી આપશે છૂટકારો
- એનિમિયાના દર્દીઓ માટે રામબાણ છે ખજૂરનું સેવન
ભાગદોડવાળી લાઈફસ્ટાઈલની સાથો પોતાને ફિટ રાખવાનું એક મોટું કામ છે. લોકો કોશિશ કરે તો નાની વસ્તુઓ તેમના શરીરને અનેક લાભ આપી શકે છે. પોતાને ફિટ રાખવા માટે તમે અનેક નુસખા અપનાવો છો પણ આજે અમે એવી કેટલીક વસ્તુઓ જણાવીશું જેને ડાયટમાં સામેલ કરી લેવાથી કબજિયાતથી લઈને લોહીની ખામી પણ ઝડપથી દૂર થાય છે. તમે ડ્રાય ફ્રૂટ્સ ખાતા હશો પણ સાથે હેલ્થને માટે અન્ય નુસખા પણ અપનાવી લેવા જરૂરી છે. તો જાણો ડાયટમાં ખજૂરને સામેલ કરવાથી તમને કયા ફાયદા થશે અને સાથે તેનું સેવન કઈ રીતે કરવું તે પણ જાણી લેવું જરૂરી છે.
કેવી રીતે લાભદાયી છે ખજૂર
ફાઈબરથી ભરપૂર હોવાના કારણે અનેક બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે. તેમાં નેચરલ મીઠાશ હોય છે. તમે ખજૂર ખાઓ છો તો ખાંડનું સેવન છોડી દો. રોજ સવારે 2-3 ખજૂરનું સેવન કરી લેવું અને નાસ્તામાં પણ તેનું સેવન લાભદાયી રહે છે. તેના સેવનથી તમે ગળ્યું ખાવાની ઈચ્છા ટાળી શકો છો અને શરીરને પણ ફાયદા થશે.
જાણો પલાળેલા ખજૂર ખાવાના ફાયદા
ખજૂરને પાણીમાં પલાળીને ખાવાથી તેમાં ટેનિન કે ફાઈટિક એસિડ નીકળે છે. આ પછી તેનાથી પોષક તત્વો સરળતાથી મળે છે. પલાળેલા ખજૂર પચવામાં પણ સરળ હોય છે. તેને 8-10 કલાક પલાળીને રાખી લેવાથી તેના ફાયદા વધી જાય છે. ખજૂરમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, વિટામિન – કે, બી, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, ઝિંક મળી રહે છે. તો જાણો કઈ બીમારીઓમાં ખજૂરનું સેવન લાભદાયી સાબિત થાય છે.
1. રોજ ખજૂર ખાવાથી કબજિયાતથી રાહત મળશે.
2. વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મળશે મદદ.
3. બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહેશે.
4. હાડકાં મજબૂત થશે.
5. મસ્તિષ્કના કાર્યમાં પ્રગતિ આવશે.
6. થાક અને નબળાઈથી મળશે છૂટકારો.
7. એનિમિયાના રોગીને ફાયદો થશે.
8. બવાસીરની સમસ્યાને ખતમ કરવામાં મદદ મળશે.
9. સ્કીન અને વાળ માટે પણ લાભદાયી છે.
10. શારિરીક તાકાત અને સ્ટેમિના વધારશે.
11. હ્રદયને હેલ્ધી રાખે છે.
12. પુરુષ અને મહિલાઓ બંનેની યૌન શક્તિને વધારે છે.