- પેટ દર્દ, અપચો સહિત અનેક બીમારીમાં લાભદાયી
- પ્રોટીન, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર જેવા પોષક તત્વોનો ખજાનો
- બાજરીનું આયર્ન લોહી વધારવામાં મદદ કરશે
ભારતમાં શિયાળાની સીઝન મોટાભાગનો લોકો ખૂબ પસંદ કરે છે. આ સીઝન તેની સાથે અનેક બીમારીઓ લઈને આવે છે. ઠંડીની સીઝનમાં ભેજ હોવાથી ફંગસ અને બેક્ટેકિયાનો ગ્રોથ સૌથી સારો રહે છે. જ્યારે સૂક્ષ્મ જીવનો એટેક શરીર પર થાય છે તો ઈમ્યુનિટી નબળી થવાના કારણે શરીર જલ્દી બીમારીઓને ઝપેટમાં લે છે. આ સીઝનમાં બાજરીનો રોટલો, બાજરીના વડા અને ખીચડી સ્વાદની સાથે હેલ્થનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. તેમાં રહેલા ફાઈબર પેટની તકલીફોને દૂર કરશે અને સાથે કબજિયાતથી છૂટકારો અપાવશે.
જાણો બાજરીની વાનગીઓ ખાવાના ફાયદા
- બાજરીમાં પ્રોટીન, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર સહિત અનેક પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.
- ઠંડીના સમયમાં તમે ફાડા, ખીચડી, વડા કે બાજરાની રોટલી પણ તૈયાર કરી શકો છો.
- તેને ખાવાથી પેટનું પાચનતંત્ર દુરસ્ત રહે છે અને ગેસ, પેટ દર્દ અને અપચા સહિત અનેક તકલીફો દૂર રહે છે.
- બાજરીમાં આયર્ન સૌથી વધારે પ્રમાણમાં હોય છે જે શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે.
- તેના સેવનથી હાર્ટ બ્લોકેજનો ખતરો ઘટે છે અને હાર્ટ હેલ્ધી રહે છે.
- આ સિવાય તેના સેવનથી પ્રેગનન્સીમાં એનિમિયાથી બચી શકાય છે અને ગર્ભમાં વિકાસ પામી રહેલા બાળકનો વિકાસ પણ સારો થાય છે.
- છેલ્લા કેટલાક વર્ષોમાં લોટને બદલે આખા અનાજની રોટલીનું ચલણ વધ્યું છે. જો તમે બાજરીની રોટલી પસંદ નથી કરતા તો જુવાર, ચણાની રોટલી પણ ખાઈ શકો છો.