- આંખને માટે લાભદાયી છે શક્કરિયાનું સેવન
- આયર્નની ખામીને ઝડપથી કરશે દૂર
- વિટામિન ડી અને વિટામિન-એનો ખજાનો છે
શિયાળો આવતાં જ લોકો પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખવાનું શરૂ કરે છે. ઠંડીથી બચવા લોકો પોતાના પહેરવેશ અને ખાનપાનમાં કેટલાક ફેરફાર લાવે છે જેથી તેઓ સીઝનમાં આવતા પરિવર્તનની સાથે પોતાને ફિટ રાખી શકે, એવામાં અનેક લોકો શિયાળો આવતા શક્કરિયાનું સેવન શરૂ કરે છે. તેનો ઉપયોગ ખાસ કરીને વ્રત અને તહેવારમાં કરાય છે. સ્વાદમાં ગળ્યા અને બટાકા જેવા શક્કરિયા અનેક રીતે ફાયદારૂપ છે. અનેક લોકો તેને સ્વીટ પોટેટોના નામે ઓળખે છે. ખાસ કરીને શિવરાત્રિના તહેવારમાં શક્કરિયાનું મહત્ત્વ વધી જાય છે. તો જાણો તેમાંથી કયા પોષક તત્વો મળે છે અને હેલ્થને શું ફાયદા થાય છે તે પણ.
આંખ માટે લાભદાયી
હેલ્થને અનેક ફાયદા આપતા શક્કરિયા આંખ માટે પણ લાભદાયી છે. સ્વાદમાં ગળ્યા એવા શક્કરિયા આંખની રોશની વધારે છે. જો તમે લાંબી ઉંમર સુધી આંખની રોશનીને કાયમ રાખવા ઈચ્છો છો તો નિયમિત રીતે શક્કરિયા તમને લાભ આપશે.
હાઈ બ્લડ પ્રેશરમાં કારગર
પોષક તત્વો અને ઉર્જાથી ભરપૂર શક્કરિયા ખાવાથી તમે હાર્ટની મુશ્કેલીઓથી દૂર રહી શકો છો. તેમાં રહેલા ફાઈબર તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. સાથે પોટેશિયમ પણ સારા પ્રમાણમાં મળી રહેતું હોવાથી તે તમારી હાઈ બ્લડ પ્રેશરની મુશ્કેલીમાં રાહત આપે છે.
આયર્નની ખામી દૂર કરે છે શક્કરિયા
શક્કરિયામાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે. જે શરીરમાં આયર્નની ખામીને ખતમ કરે છે, તેનાથી પ્રતિરોધક ક્ષમતા ખરાબ રીતે પ્રભાવિત થાય છે અને શરીરની અંદર બ્લડ સેલ્સનું સારી રીતે નિર્માણ થઈ શકતું નથી. એવામાં તમે રોજ શક્કરિયાનું સેવન કરો છો તો તમે આયર્નની ખામીને દૂર કરવામાં મદદ મળે છે.
પાચનતંત્ર મજબૂત બને છે
શક્કરિયામાં ફાઈબર પણ વધારે પ્રમાણમાં હોય છે. એવામાં રોજ તેનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને સાથે જ કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. જો તમે પાચન કે પેટની સમસ્યાથી પરેશાન રહો છો તો શક્કરિયા તમારે માટે લાભદાયી રહેશે.
વિટામિન ડી અને એનો ખજાનો
શક્કરિયાને પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવે તો ખોટું નથી, તેમાં કોઈ અતિશયોક્તિ નથી. આયર્ન, ફાઈબરથી ભરપૂર શક્કરિયા વિટામિન ડીનો સોર્સ સારો રહે છે. એવામાં તમે તેને ખાશો તો દાંત, હાડકાં, સ્કીન અને નસોના વિકાસમાં મદદ મળે છે. તેની સાથે તેના સેવનથી વિટામિન એની ખામીને પણ પૂરી કરી શકાય છે.
ઘટે છે કેન્સરનો ખતરો
નિયમિત રીતે શક્કરિયાનું સેવન કરવાથી તેમાં રહેલા કેરોટીનોઈડના કારણે કેન્સરનો ખતરો ઘટે છે. એવામાં કેન્સર રોગીને માટે તે ફાયદારૂપ રહેશે. જો તમે પણ આ ગંભીર સમસ્યાથી બચવા ઈચ્છો છો તો તમે તેને ડાયટમાં સામેલ કરી શકો છો.
શક્કરિયા ખાવાના ફાયદા
શક્કરીયા ખાવાના ફાયદા દરેક વ્યક્તિએ અલગ અલગ હોય છે. કારણ કે કુદરતી ગુણોથી ભરપૂર આ ખોરાક શરીરને દરેક રીતે સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે
શિયાળાની ઋતુમાં એલર્જી, શરદી, ખાંસી, તાવ જેવી સમસ્યાઓ ખૂબ જ ઝડપથી થાય છે. તેને ટાળવા માટે સારી રોગપ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે. શક્કરિયામાં જોવા મળતા વિટામિન-સી અને મેગ્નેશિયમ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેમની અસર વધુ વધે છે કારણ કે શક્કરિયા તેની સાથે બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે. એટલે કે એવા ગુણો કે જે શરીરમાં બળતરા થવા દેતા નથી.
શ્વસન સંબંધી સમસ્યાઓ
વૃદ્ધ લોકો અને જેમને પહેલાથી જ શિયાળાની ઋતુમાં અસ્થમા અથવા અન્ય કોઈ શ્વસન સંબંધી રોગ હોય, તેમને શિયાળાની ઋતુમાં શ્વાસ સંબંધી સમસ્યાઓ વધુ થવા લાગે છે. આ ઠંડા હવામાન, સૂર્ય કિરણોનો અભાવ, પ્રદૂષણ અને ધુમ્મસને કારણે થાય છે. શક્કરિયા આ બધી સમસ્યાઓમાં રાહત આપવાનું અને તેનાથી બચાવવાનું કામ કરે છે.