- દરેક વ્યક્તિ અજાણતા જ આધ્યાત્મિક સાધક છે. લોકોને આધ્યાત્મિક્તાથી એલર્જી થઈ ગઈ છે, કેમ કે તેને અત્યંત ભયાનક અને અવ્યવહારુ રીતે રજૂ કરવામાં આવી છે
તમારે એવું વિચારવાની જરૂર નથી કે, `મારે આધ્યાત્મિક બનવાનું છે.’ તમે એક માણસ છો – તેને બીજી રીતે જોઈએ તો તમે એક પ્રકારનું મશીન છો. આ માનવમશીન જે કામ કરી રહ્યું છે, જેમાં શરીર, મન, લાગણીઓ અને ઊર્જા સામેલ છે.
ઘણીબધી વસ્તુ છે, જે તમને જીવનનો એક સંપૂર્ણ ભાગ બનાવે છે. જો તમે આ જીવનમાં એક અસરકારક મનુષ્ય બનવા માંગો છો, જો તમે વસ્તુને સારી રીતે કરવા માંગો છો, જો તમારે તમારા જીવનનો આનંદ લેવો હોય, તેને જાણવું હોય અને તેનો અનુભવ કરવો હોય, તો તમારે આ મશીનનો પૂરેપૂરી રીતે ઉપયોગ કરવામાં સક્ષમ થવું જોઈએ. જો તમે આનો પૂરેપૂરો ઉપયોગ કરવા માંગો છો, તો સૌથી પહેલાં તમારે એ જાણવું પડશે કે આમાં કઈ સંભાવના રહેલી છે.
જીવનના એક અંશ તરીકે, શું એ મહત્ત્વનું નથી કે આ માનવમશીન, જેને તમે `પોતે’ તરીકે ઓળખો છો, તેના પર અમુક સ્તરનું ધ્યાન આપો?
જો તમને લાગે છે કે જીવન મૂલ્યવાન છે, તો સૌથી પહેલી અને સૌથી મહત્ત્વની વસ્તુ જે તમારે કરવાની જરૂર છે તે એ છે કે આ મશીન પર ઘણુંબધું ધ્યાન આપવું. આ શું છે? આ કેવી રીતે બન્યું છે? જો તમે એ નથી સમજતા, તો તમે ક્યારેય પણ તેનો પૂરેપૂરો ઉપયોગ નહીં કરી શકો. તમે અડધું જીવન જીવીને જતા રહેશો.
દરેક વ્યક્તિ માનવમશીનને પૂરી રીતે જાણવા ઇચ્છે છે. દરેક વ્યક્તિ અજાણતા જ આધ્યાત્મિક સાધક છે. લોકોને આધ્યાત્મિક્તાથી એલર્જી થઈ ગઈ છે, કેમ કે તેને અત્યંત ભયાનક અને અવ્યવહારુ રીતે રજૂ કરવામાં આવી છે. નહીંતર એવો કોઈ મનુષ્ય નથી, જે પોતાનાં પૂરેપૂરાં પરિમાણ અને તેની ગહનતાને જાણવા નથી માંગતો, કારણ કે તેના વગર તે કામ ન કરી શકે.
જે હદ સુધી તમે આ શરીર, મનની સંરચના અને ઊર્જા તંત્રને જાણો છો કે તે કેવી રીતે કામ કરે છે. બસ, તે હદ સુધી જ તમે તેનો ઉપયોગ કરી શકો છો. જો તમે કોઈ મશીન ખરીદો, માની લો કે એક સ્માર્ટફોન, તો તમે જેટલી સારી રીતે તેને જાણતા હશો, એટલી સારી રીતે તેનો ઉપયોગ કરી શકશો.
તો આ વાત માનવમશીનને પણ કેમ લાગુ ન પડે? આ માનવમશીન પૃથ્વી પર સૌથી આધુનિક મશીનરી છે, ફોન, કમ્પ્યૂટર કે અવકાશયાન નહીં. જો તમે એક સંપૂર્ણ જીવન જીવવા માંગો છો, તો તમારે આ માનવમશીનને તેની પરમ સંભાવનાઓ પર જાણવું જોઈએ.