- બ્રાહ્મણ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા
- અનુસુચિક જાતિમાંથી પ્રેમચંદ બૈરવા ડેપ્યુટી મુખ્યમંત્રી
- તો રાજપરિવારમાંથી દિયા કુમારી પણ ડેપ્યુટી CM
રાજસ્થાનમાં ભાજપે સોશિયલ એન્જિનિયરિંગનું ઉદાહરણ રજૂ કર્યું છે. ભાજપે લોકસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ પર બ્રાહ્મણ ભજનલાલ શર્માની પસંદગી કરવામાં આવી છે. જ્યારે રાજસ્થાનના રાજકારણમાં સક્રિય એવા પૂર્વ શાહી પરિવાર માંથી દિયા કુમારીને ડેપ્યુટી મુખ્યમંત્રીનું પદ આપ્યું તો અનુસૂચિત જાતિના ચહેરામાં પ્રેમચંદ બૈરવાવી પસંદગી કરવામાં આવી છે.
છેલ્લા ઘણાં સમયથી રાજસ્થાનના મુખ્યમંત્રીના પસંદગીની ચર્ચાઓ ચાલી રહી હતી. જેમાં પણ ભાજપે મધ્ય પ્રદેશ અને છત્તીગઢની જેમ નવા જ નામની પસંદગી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. જેની સાથે જ ભાજપે જાતિગત સમીકરણમાં પણ નવીનતા જોવા મળી છે. જેમાં બ્રાહ્મણથી લઈ રાજપૂત અને અનુસચિત જાતિના સમીકરણને સમાવી લેવામાં આવ્યું છે.
બ્રાહ્મણને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા
બ્રાહ્મણ સમાજથી આવતાં ભજનલાલ શર્મા સાંગાનેર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. વસુંધરા રાજેના નજીકના ઉમેદવારની ટિકિટ કાપીને પહેલીવાર ભજનલાલ શર્માને સાંગાનેર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણીમાં ભજનલાલ શર્માની શાનદાર જીત થઈ હતી. ભજનલાલ શર્મા રાજસ્થાનના બ્રાહ્મણ સમુદાયના પ્રમુખ આગેવાન ગણાય છે.
રાજવી પરિવારને પણ ભાજપે સાથે રાખ્યા
આ તરફ દિયા કુમારી (52) જયપુરના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ જયપુરની વિદ્યાધર નગર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. અગાઉ તે લોકસભાની રાજસમંદ સીટથી સાંસદ હતી. તે રાણી ગાયત્રી દેવીની પૌત્રી છે. તેમણે તેમની દાદી ગાયત્રી દેવીના પગલે ચાલીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
અનુસુચિત જાતિના નેતા પણ ડેપ્યુટી CM
જ્યારે પ્રેમચંદ બૈરવા લાંબા સમયથી રાજકીય રીતે સક્રિય છે. બૈરવાએ રાજસ્થાન તેમજ મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં રહેતી અનુસૂચિત જાતિ છે. જેનો રાજસ્થાન અને દિલ્હી- મધ્યપ્રદેશમાં પણ મોટી જનસંખ્યા રહેલી છે. તે જોતાં ભાજપે મજબૂત સમીકરણ બનાવ્યું છે.
મધ્ય પ્રદેશમાં પણ આ પેટર્ન જોવા મળી
આ પહેલાં મધ્ય પ્રદેશમાં પણ મોહન યાદવની પસંદગી કરી અને જગદીશ દેવડા અને રાજેશ શુક્લા ડેપ્યુટી CM બનાવ્યા હતા. જેની સાથે પણ સામાજીક સમીકરણ જોવા મળ્યું હતું. રાજ્સ્થાનમાં આમ ભાજપે લોકસભા ચૂંટણી પહેલા સીએમ પદ પર બ્રાહ્મણ, પૂર્વ શાહી પરિવારની દિયા કુમારીને અને અનુસૂચિત જાતિના ચહેરાને ડેપ્યુટી સીએમ પદ પર રજૂ કરી દીધા છે. જેની સાથે જ લોકસભાની ચૂંટણી પહેલાં સૌનો સાથ સૌનો વિકાસની રાજનીતિ મજબૂત કરી છે.


