- પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું
- પ્રથમ વખત નલિયા 9.2 ડીગ્રીએ ઠુઠ્વાયું
- અમદાવાદ 16.2, ગાંધીનગર 15 ડિગ્રી તાપમાન
રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડયો છે. જેમાં પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે. પ્રથમ વખત નલિયા 9.2 ડીગ્રીએ ઠુઠ્વાયું છે. તેમજ અમદાવાદ 16.2 , ગાંધીનગર 15 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા ડીસા 14.0 ડિગ્રી, ભુજ 14.8 ડિગ્રી તથા કંડલા 12 ડિગ્રી, કેશોદ 14.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.
રાજકોટમાં 14.2 ડિગ્રી, ભાવનગર 17.9 ડિગ્રી તાપમાનનો પારો
રાજકોટમાં 14.2 ડિગ્રી, ભાવનગર 17.9 ડિગ્રી તથા સુરત 19.4 ડિગ્રી , વડોદરા 17.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદ શહેરમાં બે દિવસમાં લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી જેટલુ ગગડયું છે. અમદાવાદમાં શનિવારના રોજ લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયુ હતુ. અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો સતત ગગડતાં હવે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. બે દિવસથી કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાતા રાજ્યનું સૌથી ઠંડુગાર રહ્યું છે.
મોટાભાગના શહેરમાં હવે ધીમેધીમે શિયાળાની સિઝન જમાવટ થઈ રહી છે
નલિયામાં લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાયુ હતુ. બીજી તરફ અમદાવાદ શહેરમાં બે દિવસમાં લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી જેટલુ ગગડયું છે, છતાં સામાન્ય કરતાં અઢી ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. શહેરમાં શનિવારના રોજ લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયુ હતુ જ્યારે મહત્તમ તાપમાન 28.4 ડિગ્રી નોંધાયુ હતુ. રવિવારે શહેરનું લઘુત્તમ તાપમાન ઘટીને 16.2 ડિગ્રી થયુ છે, જ્યારે મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી થયું છે. આમ રાજ્યના મોટાભાગના શહેરમાં હવે ધીમેધીમે શિયાળાની સિઝન જમાવટ થઈ રહી છે.


