- વિશ્વના ઘણા દેશોના લોકો નોકરી માટે યુએઈ જવાનું પસંદ કરે છે
- યુએઈની નાગરિકતા મેળવવી કેટલી મુશ્કેલ છે
- યુએઈમાં નાગરિકતા મેળવવાના નિયમો શું છે તે જાણો
વિશ્વના તમામ દેશોના નાગરિકતા મેળવવા માટે પોતાના નિયમો છે. વિદેશમાં સારી સુવિધાઓ અને સારી નોકરીની શોધમાં લોકો ત્યાં હંમેશ માટે સ્થાયી થવા માંગે છે. પરંતુ તમામ દેશોમાં નાગરિકતા એટલી સરળતાથી મળતી નથી. યુએઈ શહેર દુબઈમાં છેલ્લાં કેટલાક વર્ષોથી ભારતીયો સહિત ઘણા દેશોના લોકો નોકરીની શોધમાં ત્યાં જઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે યુએઈમાં નાગરિકતા મેળવવી કેટલી મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે યુએઈમાં નાગરિકતા મેળવવા માટેના નિયમો શું છે.
યુએઈ
દુબઈ સંયુક્ત આરબ અમીરાતનું શહેર સમગ્ર વિશ્વને આકર્ષે છે. દુબઈ આજે વિશ્વના આધુનિક શહેરોમાંનું એક છે. આ શહેરમાં હાજર સુવિધાઓ દરેકને આકર્ષે છે. નોકરી અને મુસાફરી માટે ભારત સહિત ઘણા દેશોના લોકો દુબઈ જવાનું પસંદ કરે છે. પરંતુ બીજા દેશોની સરખામણીમાં, યુએઈની નાગરિકતા મેળવવી ખૂબ મુશ્કેલ માનવામાં આવે છે. યુએએઈમાં લોકોને સરળતાથી નાગરિકતા નથી મળતી, આ જ કારણ છે કે વર્ષોથી યુએઈમાં રહેવા છતાં લોકો ત્યાંના નાગરિક નથી કહેવાતા અને તેમને સરકારી સુવિધાઓ મળતી નથી.
યુએઈ નાગરિકતા
યુએઈની નાગરિકતા મેળવવી સૌથી મુશ્કેલ માનવામાં આવે છે. કારણ કે યુએઈના નાગરિકતા માટેના નિયમો કડક છે. તમને જણાવી દઈએ કે કોઈ વિદેશથી દુબઈ ગયેલ વ્યક્તિ 30 વર્ષ સુધી ત્યાં રહે ત્યારબાદ જ યુએઈમાં નાગરિકતા માટે એપ્લાય કરી શકે છે. જો તે એપ્લાય કરતી વખતે અરજદાર પાસે અરબી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
આ સિવાય જો યુએઈના નાગરિક કોઈ વિદેશી મહિલા કે પુરુષ સાથે લગ્ન કરે છે તો તેને યુએઈ કોર્ટમાંથી સંમતિ લેવી પડશે. લગ્નને લઈને પણ ઘણા નિયમો છે, જેમ કે બીજા દેશની સ્ત્રી કે પુરુષની ઉંમર લગ્ન કરનાર વ્યક્તિ કરતા બે ગણી ન હોવી જોઈએ. જો લગ્નના 7 વર્ષની અંદર બાળક હોય તો બીજા દેશની મહિલા નાગરિકતા માટે અરજી કરી શકે છે, અને જો 7 વર્ષમાં બાળક ન થાય તો તેને 10 વર્ષ પછી અરજી કરવાની તક મળે છે. પરંતુ નિયમોમાં બદલાવ બાદ હવે પોતાના વિસ્તારમાં ખાસ ઓળખ ધરાવતા લોકો, જે લોકો રિયલ એસ્ટેટ ખરીદે છે અને યુએઈમાં રોકાણ કરે છે તેઓ પણ ત્યાંની નાગરિકતા મેળવી શકશે.
જાણો આ છે નિયમો
જો તમે ઓમાન, કતાર અથવા બહેરીનના આરબ નાગરિક છો, તો ફેડરલ લો નંબર 17 જણાવે છે કે તમે ત્રણ વર્ષના રહેવાસ પછી નાગરિકતા માટે અરજી કરી શકો છો. યુએઈમાં સાત વર્ષના નિવાસ પછી અન્ય આરબ દેશોના લોકો નાગરિકતા મેળવી શકે છે.
મળતી માહિતી મુજબ જો તમે યુએઈમાં નાગરિકતા મેળવો છો, તો ત્યારબાદ દુબઈ કે યુએઈના કોઈપણ શહેરમાં રહેવું જરૂરી નથી. પરંતુ 1-2વર્ષમાં એક વાર દેશની મુલાકાત લેવી પડે છે. યુએઈના નાગરિકત્વ મેળવ્યા પછી, વ્યક્તિને ઘણા પ્રકારની ટેક્સ છૂટ અને અન્ય ઘણા લાભો મળે છે. સારી અને આધુનિક સારવાર માટે આજે યુએઈ વિશ્વભરમાં જાણીતું છે. નાગરિકતા મળ્યા બાદ આમાં પણ ફાયદો છે.


