એડોલ્ફ હિટલરને કોણ નથી જાણતું. એક એવું નામ જે ઈતિહાસના સૌથી ખતરનાક અને વિવાદિત ચહેરાઓમાં ગણવામાં આવે છે. હિટલર જર્મની પર 1933થી લઈને 1945 સુધી એટલે કુલ 12 વર્ષ સુધી તેને તેની સત્તા ચલાવી. આ સમય દરમિયાન, જર્મનીને તાનાશાહી તરફ ધકેલ્યું હતું. આખી દુનિયાને બીજા વિશ્વ યુદ્ધમાં મુકી દીધું.
પરંતુ હિટલરના જીવનમાં તેના નિર્ણયોના કિસ્સા એવા પણ છે જે આજે પણ દુનિયાભરમાં ગૂંજે છે. હિટલરે આખો દેશ ગિફ્ટમાં આપી દીધો હતો. કયો દેશ હતો અને તેના પાછળ હિટલરનો શું વિચાર હતો જાણો.
હિટલરે ગિફ્ટ કર્યો આખો દેશ
વર્ષ 1939માં યુરોપ રાજનીતિક અસ્થિરતાથી ઝુંઝવાય રહ્યું હતું. બીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું હતું. તે સમયે હિટલરે એક ચોંકાવનારું પગલું ભર્યું હતું. તેણે ચેકોસ્લોવાકિયાને તોડીને સ્લોવાકિયાને નવો દેશ બનાવી ઝોઝેંફ઼ ટિસેની ગિફ્ટ કરી દીધો હતો. તેને ગિફ્ટ તો ના જ કહેવાય કારણ કે તે હિટલરની એક રાજનીતિક ચાલ હતી.
હિટલરે સ્લોવાકિયાને સ્વતંત્ર દેશ ઘોષિત કરી દીધો હતો અને શર્ત પણ રાખી હતી. શર્ત એ હતી કે જર્મનીનો સહયોગી તે જ બનીને રહેશે. હિટલર ઈચ્છતો હતો કે સ્લોવાકિયા સોવિયત સંઘ વિરુદ્ધ એખ બફર ઝોન બને. તેણે આ ગિફ્ટનો ઉપયોગ પોતાની રણનીતિને મજબૂત રાખવા માટે કર્યો હતો.
પોતાના ફાયદા માટે કર્યું આ કામ
હિટલર કોઈ પણ કિંમત પર બીજ વિશ્વ યુદ્ધમાં પોતાની હાર ઈચ્છતો ના હોતો, એટલા માટે જ પહેલેથી તેણે મજબૂત રણનીતિ નક્કી કરી લીધી હતી. હિટલરે સ્લોવાકિયાને નવો દેશનો દર્જો આપીને એવું બતાવ્યું હતું કે ઉદાર નેતા છે. જે નાના દેશની મદદ કરી રહ્યો છે. પરંતુ તે બધું જ તેના ફાયદા માટે હતું. સ્લોવાકિયાની સરકાર પુરી રીતે હિટલરના ઈશારા પર કામ કરતી હતી.


