ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માંગે છે. કોહલીએ આ અંગે BCCIને પણ જાણ કરી છે. પરંતુ BCC Iઈચ્છે છે કે વિરાટ થોડા વધુ વર્ષો સુધી ટેસ્ટ ક્રિકેટ રમે. તે જ સમયે, કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિના સમાચારે પણ ફેન્સના દિલ તોડી નાખ્યા છે. કોહલીના ફેન્સ નથી ઈચ્છતા કે વિરાટ હમણાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લે. આ અંગે એક ફેન્સે અનુષ્કા શર્માને ખાસ અપીલ કરી હતી.
ફેન્સે અનુષ્કા શર્માને કરી ખાસ અપીલ
ગઈકાલે મુંબઈમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથે જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ટિપ્પણી કરતા એક ફેન્સે લખ્યું છે કે, ‘ભાભીજી કૃપા કરીને વિરાટને સમજાવો કે તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ ન લેવી જોઈએ.’
કોહલીની નિવૃત્તિ ભારતીય ટીમ માટે મોટો ઝટકો
રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટ કોહલીએ પણ રેડ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયા જૂનમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. જ્યાં બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝ રમાશે. આવી સ્થિતિમાં, જો વિરાટ કોહલી પણ આ સીરીઝ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લે છે તો તે ભારતીય ટીમ માટે મોટો ઝટકો હશે.
IPL 2025માં ધમાકો કર્યો
હંમેશાની જેમ IPLમાં ફરી એકવાર વિરાટ કોહલીનો ધમાકો જોવા મળ્યો હતો. શાનદાર બેટિંગને કારણે કોહલી ઓરેન્જ કેપ યાદીમાં ટોપ-4 માં રહે છે. કોહલીએ 11 મેચમાં બેટિંગ કરતી વખતે 505 રન બનાવ્યા છે જેમાં 7 અડધી સદી તેના બેટમાંથી આવી છે.
કોહલીની ટેસ્ટ કારકિર્દી
વિરાટ કોહલી 36 વર્ષનો થઈ ગયો છે. T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ કોહલીએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ અત્યાર સુધીમાં 123 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોમાં બેટિંગ કરતી વખતે તેણે 46.85ની સરેરાશથી 9230 રન બનાવ્યા છે. જેમાં તેણે 30 સદી, 31 અડધી સદી અને 7 બેવડી સદી ફટકારી છે.


