- રોકાણકારોની એક્સેસિબિલિટીને સુધારા હેતુ પગલું
- આણંદ 11000 કરોડની ઈન્ડસ્ટ્રીઝ એમયુએમ ધરાવતું હતું
- કોટક મ્યુચ્યુઅલ ફંડની લાઈવ એસ.આઈ.પી. 2.90 લાખને પાર કરી ગઈ
કોટક મ્યુચ્યુઅલ ફંડ (કે.એમ.એફ.) દ્ધારા આણંદ સ્થિત તેની શાખાને સ્થળાંતરિત કરીને હવે શહેરના સરદાર ગંજ રોડ પરના અશ્વમેઘ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવામાં આવી છે. કંપનીના માર્કેટિંગ અને ડિજિટલ બિઝનેશના નેશનલ હેડ મનિષ મહેતા અને અગ્રણી મનમીન્દર મલ્હીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કોટક મ્યુચ્યુઅલ ફંડ ગ્રાહકોની માનીતી વિશ્વનીય કંપની છે. તા. 30 સપ્ટેમ્બર, 2023 સુધી આણંદ 11000 કરોડની ઈન્ડસ્ટ્રીઝ એમયુએમ ધરાવતું હતું, અને તેની લાઈવ એસ.આઈ.પી. 2.90 લાખને પાર કરી ગઈ હતી. કે.એમ.એફ.ની ગુજરાતમાં 11 શાખાઓ છે. આણંદખાતે શાખાના વિસ્તરણ પ્રસંગે કંપનીએ તેની વેબસાઈટમાં ઘણાં સુધારા કર્યા છે. જેથી વિતરકો અને ગ્રાહકો તેમના પોર્ટફોલીયોની વિગતો, નિષ્ણતાનોના ર્બ્લાગ્સ, વીડિયો અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધા જેવી સેવાઓને સરળતાથી એક્સેસ કરી શકે છે. કંપનીનો ઉદેશ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડના ઉત્પાદનો અને સેવાઓની વ્યાપક રેન્જનું સરળ એક્સેસ પૂરૂ પાડી શકાય.


