- ગુજરાતના પાંચ ઝોનમાં અસ્મિતા ધર્મરથની પૂર્ણાહુતિ
- ભાવનગરના તળાજામાં સૂત્રોચ્ચાર સાથે વિશાળ બાઇક રેલી
- રાજ્યભરમાં ઠેર ઠેર ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયા
રૂપાલાના બફાટ બાદ ક્ષત્રિય આંદોલન પાર્ટ-૨ ચાલી રહ્યું છે, જે અંતર્ગત રાજ્યભરમાં ઠેર ઠેર ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયા છે અને આ કાર્યક્રમો અત્યારે પણ યથાવત્ છે. જાનગરમાં યોજાયેલા મહાસંમેલનમાં ભાજપના ઉમેદવાર રૂપાલા અને ભાજપ સામે રોષ વ્યક્ત કરાયો હતો, આ મહાસંમેલનમાં રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જામનગરના સહિતના ગુજરાતના પાંચ ઝોનમાં અસ્મિતા ધર્મરથની પૂર્ણાહુતિ થઈ છે. જૂનાગઢમાં પણ અસ્મિતા સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના ઉમેદવારને મત નહિ આપવાના સોગંધ લેવાયા હતા. બીજી તરફ માળિયા હાટીનામાં સંમેલનને મંજૂરી ના મળતાં સમાજે રોષ વ્યક્ત કર્યો હતો. હવે સંકલન સમિતિની સલાહ બાદ આગામી કાર્યક્રમ ઘડી કઢાશે.
ભાવનગરના તળાજામાં પણ સૂત્રોચ્ચાર સાથે વિશાળ બાઈક રેલી યોજાઈ હતી, સાથે જ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો સંકલ્પ કરાયો હતો. તળાજા તાલુકામાં છેલ્લા બે દિવસથી ધર્મરથ ફર્યા હતા, એ પછી શુક્રવારે વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી. રૂપાલાના નિવેદન સામે કોઈ જ સમાધન નહિ તેવો સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો હતો.


