- બોયકોટ ભાજપના સૂત્ર સાથે આગળ વધીશુ : કરણસિંહ
- દરેક ચૂંટણીમાં ભાજપનો વિરોધ કરાશે : કરણસિંહ
- દરેક જિલ્લામાં કમિટી બનાવવામાં આવશે : કરણસિંહ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માગ કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતાં હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે. આજે 19મી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજપૂત સંકલન સમિતિ અને તેની સાથે રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી છે. આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્રેસ-કોન્ફરન્સ કરી અગત્યની જાહેરાત અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે. 108 ક્ષત્રિયાણીઓએ ફોર્મ લીધા હતા અને આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો તેમ છતા એક પણ ક્ષત્રિયાણીએ રૂપાલાની ઉમેદવારી વિરુદ્ધ ફોર્મ ભર્યું નથી.
જાણો કોર કમિટીમાં શું નિર્ણય લેવાયા
અમદાવાદ રાજપૂત ભવન ખાતે આજે કોર કમિટીની સંકલન સમિતીની બેઠક યોજાઈ હતી,જેમાં અલગ-અલગ બાબતે નિર્ણયો લેવામાં આવ્યા હતા.ક્ષત્રિય સમાજની મહિલાઓ એક દિવસનો ઉપવાસ કરશે,તો ક્ષત્રિય સમાજ એ ભાજપ વિરોધી મતદાન કરશે,સાથે સાથે જિલ્લા તાલુકાના લેવલે પક્ષ વિરોધી કામ કરવામાં આવશે,હવે આ લડત અહિંસક રહેશે,આશાપુરા માતાના મઢથી ધર્મ રથની શરૂઆત કરી ભાજપનો બહિષ્કાર કરીશું.આજથી હવે ઓપરેશન ભાજપ શરૂ થશે આજે 120 જેટલી સંસ્થા તેમજ કોર સમિતીની બેઠક મળી હતી.આવતી કાલથી બહેનો એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે અને 7 મે સુધી કમશ બહેનો પ્રતીક ઉપવાસ થશે,પોલીસ કમિશનરે એવો પરિપત્ર કર્યો કે કાળા વાવટા સાથે દેખાવ કરવા નહી,આ મુદ્દે અમારા આગેવાનોએ કોર્ટમાં PIL કરી છે. લોકશાહીમાં આ પ્રકારના પરિપત્ર કરશો નહી,આવતીકાલથી કેસરિયા ધ્વજથી વિરોધ કરીશું.
ક્ષત્રિય અગ્રણી પદ્મીનીબાના સંકલન સમિતિ પર આરોપ
પદ્મીનીબાનુ કહેવું છે કે સંકલન સમિતિમાં મનમાની ચાલે છે,રૂપાલા તેરી ખેર નહીંની વાતો કરનારા ક્યાં ગયા ,કેમ રૂપાલા સામે કોઇએ ફોર્મ ભર્યા નહીં ,સંકલન સમિતિ જ આંદોલનને તોડવા માંગે છે તેવો આરોપ કર્યો હતો.
ગામોમાં પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના બેનર લગાવવામાં આવશે
રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાનોની શહેરના ગોતા ખાતે મહત્ત્વની બેઠક યોજાવાની છે, જેમાં હવે પછી શું તેને લઈને નિર્ણયો લેવાશે. સંકલન સમિતિના સૂત્રો કહે છે કે, જો ઉમેદવારી નહિ ખેંચાય તો આંદોલનનો બીજો તબક્કો શરૂ થશે, જેમાં ભાજપનો સ્પષ્ટ બહિષ્કાર કરાશે. એટલું જ નહીં પરંતુ ભાજપની સભાઓ, કાર્યક્રમ થશે ત્યાં કાળા વાવટા ફરકાવી શાંતિપૂર્વક ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવાનું આ બેઠકમાં નક્કી કરાશે. ગામોમાં પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના બેનર લગાવવામાં આવશે.
ક્ષત્રિય સમાજની મહિલાઓ નહી ભરે ઉમેદવારી ફોર્મ
અમે લોકસભા ચૂંટણી માટે ભરવા માટે 200 ફોર્મ ઉપાડેલા હતા. મહાસંમેલન થયુ ત્યાં સુધીમાં 50 ટકાનું ડોક્યુમેન્ટેશન, ફંડ અમે ક્લિયર કરી નાંખ્યુ હતુ. અમે નામાંકન ભરવા માટે તૈયારીઓ કરી લીધી હતી. પરંતુ પરેશભાઇ (કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણી) અમારું પીઠબળ બની ગયા છે. ત્યારે અમે અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા. કારણ કે, આ વસ્તુ ક્યાંક ને ક્યાંક છે કે, તે લોકો સમાજમાં વિગ્રહ કરવા માંગે છે. પરંતુ અમારા ક્ષત્રિય સમાજનો કિંમતી મત ભાજપ સરકાર નથી સમજી રહી પરંતુ જે સમજી રહ્યુ છે તેમને આપવા માંગીએ છીએ.


