- અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા નિમણૂકોનો દોર
- યુએસ સેનેટે ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે કર્ટ કેમ્પબેલની નિમણૂકને મંજૂરી આપી
- કેમ્પબેલ બીજા ક્રમના રાજદ્વારી તરીકે સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે સેવા આપશે
યુએસ સેનેટે ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે કર્ટ કેમ્પબેલની નિમણૂકને મંજૂરી આપી છે. કર્ટ કેમ્પબેલને એશિયા બાબતોના નિષ્ણાત માનવામાં આવે છે અને રાષ્ટ્રપતિ જો બિડેનની નજીક છે. કેમ્પબેલ વેન્ડી શેરમેનનું સ્થાન લેશે, જેઓ 8 જુલાઈએ નિવૃત્ત થયા હતા અને હવે તેઓ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં બીજા ક્રમના રાજદ્વારી તરીકે સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે સેવા આપશે.
કર્ટ કેમ્પબેલ અગાઉ વ્હાઈટ હાઉસમાં ઈન્ડો-પેસિફિક અફેર્સ માટે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સંયોજક તરીકે સેવા આપી ચૂક્યા છે. કર્ટ કેમ્પબેલે કહ્યું છે કે અમેરિકાની ચીન સાથે સ્પર્ધા છે, પરંતુ અમેરિકા ચીન સાથે યુદ્ધ નથી ઈચ્છતું.
કર્ટ કેમ્પબેલ અગાઉ વ્હાઈટ હાઉસમાં ઈન્ડો-પેસિફિક અફેર્સ માટે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સંયોજક તરીકે સેવા આપી ચૂક્યા છે. કર્ટ કેમ્પબેલે કહ્યું છે કે અમેરિકાની ચીન સાથે સ્પર્ધા છે, પરંતુ અમેરિકા ચીન સાથે યુદ્ધ નથી ઈચ્છતું. કેમ્પબેલે કહ્યું કે યુએસ તેના સહયોગીઓ સાથે મળીને કામ કરશે અને ચીન સાથે તંદુરસ્ત સ્પર્ધા જાળવી રાખશે.


