- વિરાટ કોહલીએ ODIમાં 49મી સદી ફટકારી
- કોહલીએ સચિન તેંડુલકરના રોકોર્ડની બરાબરી કરી
- હું શા માટે કોહલીને અભિનંદન આપું: કુસલ મેન્ડિસ
5 નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ તેની ODI આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 49મી સદી ફટકારી હતી. આ સાથે વિરાટે ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના મહાન રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. આ મોટી ઉપલબ્ધિ હાંસલ કર્યા બાદ વિરાટને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો વિરાટને અભિનંદન આપી રહ્યા છે, જ્યારે શ્રીલંકન ટીમના કેપ્ટને કહ્યું કે હું શા માટે વિરાટને અભિનંદન આપું.
ફેન્સે કુસલ મેન્ડિસને ઘમંડી કહ્યો
હાલમાં જ શ્રીલંકન ટીમના વર્તમાન કેપ્ટન કુસલ મેન્ડિસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન જ્યારે એક પત્રકારે કુસલ મેન્ડિસને પૂછ્યું કે વિરાટે હાલમાં જ તેની 49મી ODI સદી ફટકારી છે. શું તમે તેમને અભિનંદન આપવા માંગો છો? તેના જવાબમાં કુસલે કહ્યું, “હું તેને શા માટે અભિનંદન આપીશ?” મેન્ડિસના આ નિવેદન બાદ ફેન્સ શ્રીલંકાના કેપ્ટન અને ટીમની જોરદાર ટીકા કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક ફેન્સ કુસલ મેન્ડિસને ઘમંડી પણ કહી રહ્યા છે.
વિરાટે 49મી સદી ફટકારી હતી
વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે તેની 49મી સદી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં વિરાટની આ બીજી સદી છે. આ પહેલા વિરાટે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. વિરાટે ટૂર્નામેન્ટમાં 2 સદી અને 4 ફિફ્ટી ફટકારી છે.
વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન
વિરાટ વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે. વિરાટે અત્યાર સુધી આઠ મેચમાં 543 રન બનાવ્યા છે. વિરાટ ટીમ માટે સતત મહત્વપૂર્ણ રન બનાવી રહ્યો છે. ચાહકોને આશા છે કે વિરાટ આગામી મેચમાં સચિન તેંડુલકરના રેકોર્ડને પાછળ છોડી દેશે.