- દર વર્ષે લાખો સહેલાણીયો કચ્છની મુલાકાતે આવી રહ્યા છે
- દિવાળીના વેકેશન લઈને કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું
- ભુજ અને તેની આસપાસમાં 100થી વધારે હોટલ અને રિસોર્ટ આવેલા છે
કચ્છ પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે. દર વર્ષે લાખો સહેલાણીયો કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. હાલમાં દિવાળીના વેકેશન લઈને કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. કચ્છ નહી દેખાતો કુછ નહિ દેખા ગુજરાત ટુરીઝમ વિભાગની જાહેરાતે પ્રવાસીઓ ભારે આકર્ષણ ઉભું કર્યું છે.
દિવાળીના તહેવાર સાથે કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું
આ વર્ષે દિવાળીના તહેવાર સાથે કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. કચ્છના પર્યટક સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. જેના કારણે કચ્છનો ટુરીઝમ ઉદ્યોગ ફરીવાર ધમધમતો થયો છે. દિવાળીના વેકેશનને લઈ કચ્છમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. જેના કારણે હોટલ ઉદ્યોગને પ્રાણવાયુ મળ્યો છે. ભુજમાં આવેલી તમામ હોટલ અને રિસોર્ટ હાઉસફૂલ જોવા મળી રહ્યા છે.
ભુજ અને તેની આસપાસમાં 100થી વધારે હોટલ અને રિસોર્ટ આવેલા
ભુજ અને તેની આસપાસમાં 100થી વધારે હોટલ અને રિસોર્ટ આવેલા છે. હાલમાં પ્રવાસીઓ કારણે મોટા ભાગની હોટલમાં 100 ટકા બુકિંગ થયું છે. દિવાળી વેકેશન અને રણોત્સવ કારણે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ કચ્છ ફરવા માટે આવી રહ્યા છે. જેના કારણે હાલમાં હોટલો અને રિસોર્ટ હાઉસફૂલ જોવા મળી રહ્યા છે. કચ્છનું સફેદરણ, કાળોડુંગર, માંડવી બીચ, ધોળાવીરા, ભુજમાં આવેલા આયનામહેલ અને પ્રાગમહેલ સહિતના સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યા છે. કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓ કહી રહ્યા છે કે કચ્છ નહિ દેખાતો કુછ નહિ દેખા.


