- ક્વાર્ટ્સમાં જ ચોરી થતાં પોલીસ વિભાગમાં દોડધામ
- કેટલાક બંધ ક્વાર્ટ્સમાં તસ્કરોએ કર્યો હાથફેરો
- રોકડ રકમ સહિત લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી
આવતીકાલે લોકસભા ચૂંટણીને લઈને મતગણતરી શરૂ થવા જઈ રહી છે જેને લઈને સમગ્ર પોલીસ વિભાગ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે જ્યાં એક તરફ પોલીસ વિભાગના કર્મચારીઓ ચૂંટણી લક્ષી ફરજમાં જોતરાયેલા છે ત્યારે આ લોકશાહીના પર્વને કેટલાંક તસ્કરો ઘરફોડ ચોરીની તક સમજી બેઠા હોય તેવો ઘાટ ઘડાયો છે. વાત છે કચ્છ જિલ્લાના ભુજ શહેરની જ્યાં પોલીસ ક્વાર્ટરમાં જ એક સાથે 8 જેટલા મકાનના તાળા તુટ્યા હોવાના સમાચાર મળ્યા છે.
ભુજમાં પોલીસ ક્વાર્ટરમાં આજે તસ્કરોએ હાથ ફેરો કરીને એક સાથે 8 મકાનોને નિશાન બનાવીને ચોરી કરી છે. જાણવા મળી રહ્યું છે કે તસ્કરોએ પોલીસ ક્વાર્ટરમાં કેટલાક બંધના તાળા તોડીને ચોરી કરી છે. પોલીસ સ્ટાફ ક્વાર્ટરમાં જ ચોરીનો બનાવ બનતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. બી-ડીવીઝન પોલીસ સહિતનો સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એકસાથે પોલીસ ક્વાર્ટરમા ચોરીનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી. તો, જાણવા મળી રહ્યું છે કે તસ્કરો રોકડ રકમ સહિત લાખો રૂપીયાના મુદ્દામાલની ચોરી કરીને પલાયન થઈ ગયા છે.


