- કચ્છમાં બુટલેગર અને મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીના રિમાન્ડ મંજૂર
- ભચાઉ કોર્ટે પ્રોહિબિશનના ગુનામાં આપ્યા રિમાન્ડ
- મહિલા કોન્સ્ટેબલ દારુના જથ્થા સાથે પકડાઈ હતી
મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કચ્છમાં બુટલેગર અને મહિલા કોન્સ્ટેબલના રિમાન્ડ મંજૂર થયા છે. બુટલેગર યુવરાજસિંહ અને મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ભચાઉ કોર્ટે પ્રોહિબિશનના ગુનામાં રિમાન્ડ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે મહિલા કોન્સ્ટેબલ દારુના જથ્થા સાથે પકડાઈ હતી.
કારમાંથી મળ્યો હતો દારૂનો જથ્થો
પોલીસે ફરાર બુટલેગર યુવરાજસિંહને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન યુવરાજસિંહ તેની કારમાં દારૂ સાથે ઝડપાયો હતો, પોલીસને જોતા તેણે તેની કાર પોલીસ પર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો, સમગ્ર ઘટનામાં પોલીસે કાર ચેક કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો અને સાથે સાથે સીઆઈડી ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે હતી તો પોલીસે કોન્સ્ટેબલ મહિલા અને બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
ક્યાંથી, કેવી રીતે પકડાઈ નીતા ચૌધરી?
રવિવારે રાત્રે ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે ભચાઉ નજીક સફેદ રંગની થાર કારમાં કેટલાક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે, માહિતી મળતા ટીમ એક્ટિવ થઈ અને શહેરના ચોપડવા પાસે સફેદ રંગની થાર જોવા મળી હતી, જેમાં બુટલેગર યુવરાજ સિંહ સાથે નીતા ચૌધરી બેઠી હતી અને તે દારુ પી રહી હતી. પોલીસકર્મીઓ કારની નજીક પહોંચ્યા કે તરત જ ચાલકે તેમને કચડવાના પ્રયાસમાં થાર ભગાવી મૂકી હતી, પરંતુ પોલીસકર્મીઓએ કોઈક રીતે પોતાનો બચાવ કર્યો હતો અને પછી ડ્રાઈવરે તેજ ગતિએ થાર કાર ભગાડી હતી.
કોણ છે નીતા ચૌધરી?
નીતા ચૌધરી ભચાઉમાં CID બ્રાન્ચમાં પોલીસ કોન્સ્ટેબલ છે, પરંતુ સોશિયલ મીડિયામાં પર ભારે લોકપ્રિયતા મેળવી છે. મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી તેની ફરજ દરમિયાન પણ ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીને વધારે ચર્ચામાં રહેતી હોય છે, તેમજ વૈભવી જીવન પસાર કરી રહી છે. નીતા ચૌધરીને બુટલેગર સાથે ઝડપી પાડવામાં આવી ત્યારે તેના 42000 જેટલા ફોલોવર્સ હતા, જ્યારે આજે 84,000થી પણ વધારે ફોલોવર્સ થઈ ચૂક્યા છે, તે અવનવી ડાયલોગ બાજી કરીને પણ રીલ્સ બનાવતી રહે છે.


