- કુવૈત અગ્નિકાંડમાં અટકાયતમાં લેવાયેલા આરોપીઓ સામે કાવતરામાં સામેલ હોવાનો આરોપ
- અગ્નિકાંડમાં 46 ભારતીય સહિત 50 લોકોનાં મોત થયા હતા
- ગત 12 જુલાઈએ છ માળની ઈમારતમાં આગ લાગતા 50 લોકો જીવતા ભડથું થયા હતા
કુવૈતના અહમદી પ્રાંતમાં ભીષણ આગની ઘટનાએ હવે નવો વળાંક લીધો છે. આગની આ ઘટનામાં હવે 8 શકમંદોની અટકાયત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આગમાં 46 ભારતીયો સહિત 50 લોકોના મોતના મામલામાં ભારતના 3, ઈજિપ્તના 4 અને કુવૈતના 1 નાગરિકની અટકાયત કરવામાં આવી છે. બુધવારે આ માહિતી આપવામાં આવી છે. નોંધનીય છે કે 12 જુલાઈના રોજ કુવૈતના મંગાફ શહેરમાં છ માળની ઈમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પરના ગાર્ડ રૂમમાં ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. આમાં માર્યા ગયેલા લોકો મોટી સંખ્યામાં ભારતના હતા.
આ ઈમારતમાં 196 સ્થળાંતર કામદારો રહેતા હતા, જેમાંથી મોટાભાગના ભારતીય હતા. મળતી માહિતી અનુસાર, “પબ્લિક પ્રોસિક્યુશનએ અલ-મંગફ બિલ્ડિંગમાં લાગેલી આગના સંબંધમાં એક કુવૈતી નાગરિક, ત્રણ ભારતીય નાગરિકો અને ચાર ઇજિપ્તના નાગરિકોને બે અઠવાડિયા માટે અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો છે.” એવું કહેવામાં આવ્યું છે કે આરોપીઓ પર હત્યા અને બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
કુવૈત આગ પીડિતોના પરિવારોને 15 હજાર યુએસ ડોલર આપી રહ્યું છે
મળતી માહિતી અનુસાર, કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આદેશ પર, પીડિતોના પરિવારોને રૂ. 12.5 લાખનું વળતર આપવામાં આવશે. આ ઉપરાંત, ભારતની કેન્દ્ર સરકાર અને સંબંધિત મૃતકોના રાજ્ય સરકારો દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે.


